પીપલોદ થી ગોધરા તરફ જતા સ્ટેટ હાઇવે ના રસ્તા ઉપર મસ મોટા ખાડા પડી જતા વાહનચાલકોને ભારે હાલાકી…
દાહોદ તા. ૧૩
દેવગઢ બારીયા તાલુકાના પિપલોદ થી ગોધરા તરફ જતા સ્ટેટ હાઇવે નો રસ્તો બિસ્માર હાલતમાં થઈ જતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો જ્યારે આ સ્ટેટ હાઇવેના રસ્તા ઉપર ઘણા મસ મોટા ખાડા પડી ગયા હોવા છતાં તંત્ર નિદ્રાધીન માં હોય તેવી પરિસ્થિતિ છે જ્યારે આ સ્ટેટ હાઇવે ના રસ્તા પર થઈ વાહનચાલકોને ગોધરા તથા દાહોદ તરફ જવા માટે જવું પડતું હોય છે પરંતુ આ સ્ટેટ હાઇવેના રસ્તાને ઘણો વર્ષોથી નવો બનાવવામાં નથી આવ્યો જ્યારે આ સ્ટેટ હાઇવેના રસ્તા ને નવો બનાવી દેવામાં આવે તો ત્યાંથી નીકળતા વાહનચાલકો ને મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે અને તેમના વાહનોને નુકસાન થતું અટકી શકે તેમ છે જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા દરેક વિધાનસભાની બે કરોડ રૂપિયા આપવામાં આવ્યા છતાં રસ્તા ની સુવિધા સુધારવામાં નથી આવ્યા તેના ભોગ વાહન ચાલકોને ભોગવો પડે છે જ્યારે આ સ્ટેટ હાઈવે ના રસ્તા પર નાના મોટા બધા જ વાહન ચાલકો જતા હોય છે આ સ્ટેટ હાઇવે રસ્તા પર ખાડા નું સામ્રાજ્ય વધી ગયું હોય તો તેને તાત્કાલિક નવો બનાવવામાં આવે તેવી વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે જ્યારે આ સ્ટેટ હાઇવે ના રસ્તા માટે ત્યાંના સ્થાનિક નેતાઓ પણ આંખ આડા કાન કરતા હોય તેમ લાગી રહ્યું છે કે પછી આ સ્ટેટ હાઇવે ના રસ્તા પરથી નીકળતા નહીં હોય તેમ લાગી રહ્યું છે આ સ્થાનિક નેતાઓને આ સ્ટેટ હાઇવે નો રસ્તો દેખાતો નથી ? શું પીપલોદ થી ગોધરા જવા માટેનું સ્ટેટ હાઇવે રસ્તો બનશે ખરો ? તે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.