Wednesday, 15/01/2025
Dark Mode

*ફતેપુરા તાલુકાના સુખસર સી.એચ.સી સેન્ટર માંથી મારગાળા પી.એચ.સી.સેન્ટરના ફાર્માસિસ્ટની મોટરસાયકલ ચોરાઈ*

October 13, 2024
        2168
*ફતેપુરા તાલુકાના સુખસર સી.એચ.સી સેન્ટર માંથી મારગાળા પી.એચ.સી.સેન્ટરના ફાર્માસિસ્ટની મોટરસાયકલ ચોરાઈ*

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાના સુખસર સી.એચ.સી સેન્ટર માંથી મારગાળા પી.એચ.સી.સેન્ટરના ફાર્માસિસ્ટની મોટરસાયકલ ચોરાઈ*

  • *મોટરસાયકલ ચોરી કરનાર તસ્કર સુખસર સી.એચ.સી સેન્ટરના સીસીટીવી કેમેરામાં કેદ:તસ્કરોમાં ચારની ટુકડી હોવાની શક્યતા* ‌‌

સુખસર,તા.13

*ફતેપુરા તાલુકાના સુખસર સી.એચ.સી સેન્ટર માંથી મારગાળા પી.એચ.સી.સેન્ટરના ફાર્માસિસ્ટની મોટરસાયકલ ચોરાઈ* *ફતેપુરા તાલુકાના સુખસર સી.એચ.સી સેન્ટર માંથી મારગાળા પી.એચ.સી.સેન્ટરના ફાર્માસિસ્ટની મોટરસાયકલ ચોરાઈ*

ફતેપુરા તાલુકાના સુખસર સહિત પંથક માંથી અનેક મોટરસાયકલ ચોરીના બનાવો બની ચૂકેલા છે.જોકે મોટરસાયકલ ચોરીને અંજામ આપતા તસ્કરો ભાગ્યે જ પોલીસના હાથે ઝડપાય છે.તેવી જ રીતે ગત આઠ દિવસ અગાઉ સુખસર સી.એચ.સી સેન્ટરના દરવાજા સામે મૂકેલી પેશન પ્રો મોટરસાયકલની ચોરી થવા પામેલ છે.જે મોટરસાયકલ ચોરીમાં સંડોવાયેલા તસ્કરો સ્પષ્ટપણે સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયેલા છે. અને જે બાબતે મોટરસાયકલ માલિકે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસ મોટરસાયકલ ચોરીમાં સંડોવાયેલા ઈસમોની શોધખોળમાં હોવાનું જાણવા મળે છે.

         જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આફવા ગામમાં રહેતા મોહિતકુમાર દિલીપભાઈ પ્રજાપતિ મારગાળા પી.એચ.સી સેન્ટરમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવે છે.અને જેઓ ઘરેથી અપડાઉન કરે છે.અને તેઓ પોતાની પેશન પ્રો મોટરસાયકલ નંબર.જીજે-20.એએફ-5902 ઘરેથી લઈ સુખસર સી.એચ.સી સેન્ટર ખાતે આવી આ મોટરસાયકલ મૂકી સુખસરથી કોઈપણ વાહનમાં પોતાની ફરજ ઉપર મારગાળા પી.એચ.સી સેન્ટર ખાતે જાય છે.અને આ તેઓનો આ નિત્ય ક્રમ છે.તેવી જ રીતે 5 ઓક્ટોબર-2024 ના રોજ સાડા નવેક વાગ્યાના અરસામાં મોહિત કુમાર પ્રજાપતિ મોટરસાયકલ ઉપર આવી આ મોટરસાયકલ સુખસર સી.એચ.સી સેન્ટરના દરવાજા સામે પાર્ક કરી પોતાની ફરજ ઉપર ગયા હતા.

          ફરજ પૂર્ણ કરી મોહિતભાઈ પ્રજાપતિ પરત સુખસર સી.એચ.સી સેન્ટર ખાતે પોતાની મોટરસાયકલ લેવા માટે ગયા હતા.તેવા સમયે તેઓની મોટરસાયકલ જોવા મળી ન હતી.જેથી આ મોટરસાયકલની તપાસ કરી તેમજ સુખસર સી.એચ.સી સેન્ટરમાં ફરજ બજાવતા મિત્રોને પૂછતા આ મોટરસાયકલનો કોઈ પત્તો મળ્યો ન હતો.ત્યારબાદ સુખસર સી.એચ.સી સેન્ટરના સી.સી.ટી.વી કેમેરા ચેક કરતાં આ મોટરસાયકલ કોઈ એક વ્યક્તિ સ્ટાર્ટ કરી લઈ જઈ રહ્યો હોવાનું સી.સી.ટી.વી કેમેરામાં સ્પષ્ટપણે નજરે પડ્યું હતું.અને આમ મોટરસાયકલ કોઈ જાણભેદુ તસ્કરો ચોરી કરી ગયા હોવાની ખાતરી થઈ હતી.તેમજ આ મોટરસાયકલ ઉઠાવગીરી કરવામાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ શકના દાયરામાં હોવાનું પણ સી.સી.ટી.વી કેમેરામાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હોવાનું જાણવા મળે છે.

          ઉપરોક્ત મોટરસાયકલ ચોરી બાબતે મોહિતકુમાર દિલીપભાઈ પ્રજાપતિએ સુખસર પોલીસ સ્ટેશનમાં 5 ઓક્ટોબર 2024 ના રોજ સી.સી.ટી.વી ફૂટેજ સહિત લેખિત ફરિયાદ આપેલ છે.પરંતુ હાલ સુધી મોટરસાયકલ ચોરીની ફરિયાદ દાખલ થઈ નથી.પરંતુ સુખસર પોલીસ મોટરસાયકલ ચોરીમાં સંડોવાયેલા તસ્કરોની શોધખોળ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!