Thursday, 07/11/2024
Dark Mode

સ્વચ્છતા હી સેવાના નામે સંતરામપુર નગરમાં શૂન્યવકાશ…  ઠેર ઠેર ગંદકીના ઢગલા … ઉકરડાઓ અને ગંદા પાણીથી ઉભરાતી ગટરો….

October 4, 2024
        1316
સ્વચ્છતા હી સેવાના નામે સંતરામપુર નગરમાં શૂન્યવકાશ…   ઠેર ઠેર ગંદકીના ઢગલા … ઉકરડાઓ અને ગંદા પાણીથી ઉભરાતી ગટરો….

ઈલિયાશ શેખ :-  સંતરામપુર 

સ્વચ્છતા હી સેવાના નામે સંતરામપુર નગરમાં શૂન્યવકાશ…

ઠેર ઠેર ગંદકીના ઢગલા … ઉકરડાઓ અને ગંદા પાણીથી ઉભરાતી ગટરો….

પ્રજા દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠી પ્રજા….ભયંકર રોગચાળાની સેવાતી ભીતિ…

મેલેરીયા ડેન્ગ્યુ જેવા રોગોથી ઉભરાતી સંતરામપુર ની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો…..

સંતરામપુર તા. ૪

સ્વચ્છતા હી સેવાના નામે સંતરામપુર નગરમાં શૂન્યવકાશ...  ઠેર ઠેર ગંદકીના ઢગલા ... ઉકરડાઓ અને ગંદા પાણીથી ઉભરાતી ગટરો....

સમગ્ર દેશમાં ને ગુજરાત રાજ્ય માં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની ઉજવણી ગાંધી જયંતિ નાં દિવસે કરાઈ ને ગાંધી જયંતિ નાં દિવસે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હવે દેશભરમાં રુપિયા દસ હજાર કરોડથી વધુના એક ‘અમૃત સ્વચ્છતા અભિયાન ” આયોજન નો પ્રારંભ કરાવેલ છે.

સ્વચ્છતા હી સેવાના નામે સંતરામપુર નગરમાં શૂન્યવકાશ...  ઠેર ઠેર ગંદકીના ઢગલા ... ઉકરડાઓ અને ગંદા પાણીથી ઉભરાતી ગટરો....

દેશમાં સ્વચ્છતા અભિયાન નાં દસ વરસ પુરાં થવા આવશે ને લાખો ને કરોડો રૂપિયાનો ખર્ચ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરાય છે પરંતુ વાસ્તવમાં આ સ્વચ્છતા અભિયાન સફળ નિવડેલ છે ખરું???

સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા ઓને અપાતી ગ્રાન્ટ જે હેતુ માટે ફળવાયછે તે હેતુ વાસ્તવમાં સિદ્ધ થાય છે ખરો???

સ્વચ્છતા હી સેવાના નામે સંતરામપુર નગરમાં શૂન્યવકાશ...  ઠેર ઠેર ગંદકીના ઢગલા ... ઉકરડાઓ અને ગંદા પાણીથી ઉભરાતી ગટરો....

‘સ્વચ્છતા હી સેવા “

અંતર્ગત નો આ કાયૅકમ શું માત્ર ફોટો સેશન્સ તો નથી બની રહ્યો ને???

સંતરામપુર નગરમાં સ્વચ્છતા હી સેવા નાં નામે શૂન્યાવકાશ જોવા મળે છે.

નગર પાલીકા સંતરામપુરમા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ને ધન કચરો અંતર્ગત આવતી ગ્રાન્ટ નો ઉપયોગ વાસ્તવમાં તે કામગીરીમાં થાય છે કે કેમ?? તે એક તપાસ નો વિષય બનેલ છે.

અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે,

સંતરામપુર નગરમાં ગટર સફાઈ નો અભાવ,ને ગંદકી ઠેરઠેર જોવા મળે છે,તો પછી ‘સ્વચ્છતા હી સેવા’ નું સુત્ર સંતરામપુર નગરમાં સફળ નિવડેલ જોવા મળતું નથી.

   અત્રે ખાસ ઉલ્લેખની બાબત એ છે કે, નગરપાલિકા સંતરામપુર સ્વચ્છતા હી સેવા અંતર્ગત નાં આયોજન માં સંપૂર્ણ રીતે ઉણી ઉતરેલી જોવા મળે છે.!!??

સંતરામપુર નગરમાં પોલીસ સ્ટેશન થી શરૂ કરીને પ્રજાપતિ વાસ થી આગળ આવેલ હરીજનવાસ પાસે થી હિન્દુ સ્મશાન તરફ જતા રોડ પર ને રોડની બાજુમાં ગંદા કચરા નાં ઢગલાં પડેલ છે અને આ રોડ પર થી હિન્દુ સમાજ માં મરણ પામેલ ને નગરપાલિકા સંતરામપુર નાં રથ માં અંતિમ વિધિ માટે આ ગંદકી થી ખદબદતા આ રસ્તે લઈ જવામાં આવે છે અને આ રસ્તે મારતી દુગૅધ થી ડાધુઓ પણ ત્રાસી જાય છે.

તેમ છતાં પણ આ ગંદકી અને કચરાના ઢગલા નો નિકાલ કરવામાં નગરપાલિકા સંતરામપુર દ્વારા ધણાં લાંબા સમય થી કોઈ નકકર કાયૅવાહી નહીં કરાતાં આ વિસ્તાર ની પ્રજા આ ગંદકી થી ને તેની દુગૅધ થી ત્રાહિમામ પોકારી ઊઠયા છે છતાં પણ નગરપાલિકાના નાં પેટનું પાણી હલતું નથી.

આ સંતરામપુર નગરપાલિકા ને ધન કચરાના લાખો ને કરોડો રૂપિયા ફળવાય છે તો પછી એ નાણાં જાય છે ક્યાં??? એવા સવાલો સંતરામપુર નગરની જનતાના લોક મૂખે જોર સોરથી ચર્ચા રહ્યા છે.

નગરપાલિકા સંતરામપુર ને ધનકચરા, ઢોરવાડાના, સ્વચ્છતા અભિયાન હેઠળ જે જે નાણાં ફાળવવા માં આવેલ છે તેનો અમલ જે હેતુ માટે હા ના આપવામાં આવેલ તે માટે થયેલ છે કે કેમ? ને તેની અંદર મીલીભગત થી કટકી કે ગેરરીતિ ઓ થયેલ છે કે કેમ??!! તેની ત્વરીત તપાસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો મસ મોટું કૌભાંડ બહાર આવે તેમ છે????.

દેશના વડાપ્રધાન ઈચ્છે છે કે દેશમાં સ્વચ્છતા અભિયાન જેટલું સફળ થશે તેટલો જ આપણો દેશ ચમકશે.. પરંતુ અહીંયા તો સંતરામપુર નગરપાલિકા નાં સત્તાધીશો ને દેશ કે ગુજરાત કે સંતરામપુર ચમકે તેમાં જરાયે રસ જોવા મળતો નથી ને માત્રને માત્ર મીલીભગતથી સંતરામપુર નગરપાલિકા ને મલતી કરોડની ગ્રાનટો માંથી કેમ કટકી થાય ને ટકાવારી મળે તેમાં જ ચમકવા માં રસ જોવા મળે છે.

સંતરામપુર નગરમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ ઉપર જ ચાલતું હોવાની લોક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

    રાજયના મુખ્યમંત્રી ને શહેરી વિકાસ વિભાગ અને પ્રાદેશિક કમિશનર , નગરપાલિકા વડોદરા ઝોન , કલેકટર મહીસાગર અને આરોગ્ય વિભાગ દ્વારા આ સ્થળો ની ત્વરીત પ્રતયક્ષ મુલાકાત લઈ ને આ ગંદકી દૂર કરાવવા યોગ્ય શિક્ષાત્મક અને દંડનાતમક પગલાં ભરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!