
રાજેશ વસાવે :- દાહોદ
- દિલ્હી-મુંબઈ રૂટ પર ડાઉન લાઇન પર અકસ્માત,રેલ વ્યવહાર પ્રભાવિત,10 ટ્રેનો મોડી પડી
રતલામ યાર્ડમાં માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, એક પલટી ગયો,પેટ્રોલિયમ પદાર્થ ઢોળાયું
દાહોદ તા. 04
પશ્ચિમ રેલવેના દિલ્હી-મુંબઈ રૂટની ડાઉન લાઈન પર રતલામ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર પેટ્રોલિયમ ઉત્પાદનોથી ભરેલી માલગાડીના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.આ ટ્રેન દુર્ઘટના રતલામ સ્ટેશન અને A-કેબિન વચ્ચે ક્રોસ ઓવર પોઇન્ટ (જ્યાં ટ્રેક બદલાય છે) પર થયું.જોકે રેલ દુર્ઘટના કયા કારણે સર્જાઇ હતી. તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અકસ્માત ભયંકર હતો.જણાવવામાં આવી રહ્યું છે. કે ક્રોસ ઓવર પરથી પસાર થતી વખતે વેગન નંબર 40089766589 અચાનક પાટા પરથી ઉતરી ગઈ અને પાટા પાસે પલટી મારી જતા તેમાંથી પેટ્રોલિયમ પદાર્થ નીકળવા લાગ્યો હતો. જોકે પલટી મારી ગયેલા વેગનમાંથી એટલો જોરદાર ઝાટકો વાગ્યો હતો કે પડ્યો આગળની વેગન નંબર 40079260752નું કપલિંગ તૂટી ગયું હતું. અને વ્હીલ્સ પાટા પરથી ઉતરી આવ્યા હતા.અને સ્લીપરને લગભગ 25 થી 30 મીટર સુધી ખેંચી ગયા હતા.જેના કારણે સ્લીપર્સ પણ તૂટી ગયા હતા.જેના લીધે પલટી ગયેલા વેગનના પાછળના ડબ્બાના આગળના પૈડા પણ પાટા પરથી ઉતરી ગયા હતા. અત્રે ઉલ્લેખની છે કે એ 48 કોચવાળી BTPN (પેટ્રોલિયમ પ્રોડક્ટ વહન કરતી) માલસામાન ટ્રેન રતલામથી નાગદા તરફ જઈ રહી હતી.જે સમયે રતલામ યાર્ડમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારબાદ રેલવે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જોકે અકસ્માત રાહત ટ્રેનના સ્ટાફે પહેલા પાટા પરથી ઉતરેલા કોચને કાપીને અલગ કર્યા હતા.આ પછી આગળના કોચને નાગદા અને પાછળના કોચને રતલામ લાવવામાં આવ્યા હતા.જ્યારે પલટી ગયેલા કોચને લોડ કરવાનો પ્રયાસ મોડી રાત સુધી ચાલુ હતો.ડાઉન લાઇન પરની પશ્ચિમ એક્સપ્રેસ સહિતની કેટલીક ટ્રેનોને આ અકસ્માતને કારણે અસર થઈ હતી.અપ લાઇન પરથી ટ્રેનો 10 કિમીની ઝડપે પસાર થઈ હતી. ઉપરોક્ત મામલે કલેક્ટર રાજેશ બાથમ અને ડીઆરએમ રજનીશ કુમાર સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
*જ્વલનશીલ પદાર્થ જોઈને રેલવે અધિકારીઓ ચોંકી ગયા.*
ઘટનાસ્થળે પહોંચેલા રેલવે અધિકારીઓ પલટી ગયેલા વેગનમાંથી જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ વહેતો જોઈને ચોંકી ગયા.તે ડબ્બામાંથી બહાર નીકળીને ટ્રેકની બીજી તરફ ગટર અને અન્ય જગ્યાએ ફેલાઈ રહ્યો હતો.જો તેમાં આગ લાગી જાય તો મોટી દુર્ઘટના થઈ શકે છે.જેથી સાવચેતી રાખીને, આરપીએફ અને અન્ય સ્ટાફે તરત જ લોકોને દૂર ખસેડ્યા અને બીડી, સિગારેટ અને અન્ય જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ ન કરવાની ચેતવણીઓ જાહેર કરતા રહ્યા. બાદમાં બાંગરોદ ડેપોના નિષ્ણાતોની હાજરીમાં આ કોચને ટ્રેક પર મૂકવામાં આવ્યો હતો.
*સુરક્ષાની દ્રષ્ટિએ 12 કલાક ટ્રેન વ્યવહાર બંધ રહ્યો:મહત્વપૂર્ણ સુપરફાસ્ટ ટ્રેનનો મોડી પડી.*
આ ઘટના રાત્રિના દસ વાગ્યા ના સુમારે બની હતી. પેટ્રોલિયમ પદાર્થ ભરેલા વેગન ડીરેલ થયા હતા જેમાં એક વેગન પલટી મારતા પેટ્રોલિયમ પદાર્થ ઢોળાયું હતું. રેલવે તંત્ર સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પગલા લીધા હતા એટલું જ આજરોજ દસ વાગ્યાના અરસામાં રેલવે તંત્ર એ ડાઉન ટ્રેકને ફીટ જાહેર કર્યા બાદ ધીમી ગતિએ ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું હતું. આ પ્રક્રિયામાં અંદાજે 12 કલાક જેટલું રેલવે વ્યવહાર ખોરવાયો હતો.
*ટ્રેન દુર્ઘટના બાદ મોડી પડેલી ટ્રેનોની યાદી.*
(1) 11464 સોમનાથ જબલપુર – 8 કલાક
(2)12474 જમ્મુતાવી – 5 કલાક
(3)01919 અમદાવાદ આગરા સુપરફાસ્ટ સ્પેશિયલ ફેર – 3:30 કલાક
(4)15045 ગોરખપુર ઓખા સુપરફાસ્ટ – 1:30 કલાક
(5)19020 દેહરાદુન એક્સપ્રેસ – 1:30 કલાક
(6)19489 અમદાવાદ – ગોરખપુર – 2 કલાક
(7) 12926 પશ્ચિમ એક્સપ્રેસ – 6 કલાક
(8) 02199 બાંદ્રા સ્પેશિયલ ફેર – 5 કલાક
(9) 09625 દોન્ડ – અજમેર – 7:30 કલાક
(10) 09382 રતલામ -મેમુ – 1 કલાક