
લીમખેડા ના બાંડીબાર ખાતે ત્રિવેણી સંગમ પર યોગ સેવા સમિતિ દ્વારા શ્રાદ્ધ તર્પણનો કાર્યક્રમ યોજાયો.
યોગ સેવા સમિતિ બાંડીબાર લીમખેડા દ્વારા ત્રિવેણી સંગમ બાંડીબાર ખાતે સર્વ પિતૃ દર્શ અમાસના દિવસે સામૂહિક શ્રાદ્ધ તર્પણના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
દાહોદ તા. ૩
હિન્દુ ધર્મમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ હોવાથી યોગ સેવા સમિતિ બાંડીબાર લીમખેડા દ્વારા આસારામજી આશ્રમ બાંડીબાર ત્રિવેણી સંગમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે અમાસના નિમિત્તે સામુહિક શ્રાધ તર્પણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં 400 થી વધારે ગામડાના લોકો દ્વારા આ તર્પણ શ્રાદ્ધ સર્વ પિતૃ દર્શ અમાસ નિમિત્તે આસારામજી આશ્રમ ત્રિવેણી સંગમના હરિભક્તો દ્વારા આ શ્રાદ્ધમાં ગરીબ લોકો ને જે આ વિધિ નથી કરાવી શકતા તેમને અમાસના છેલ્લા શ્રાદ્ધના દિવસે ત્યાં આવીને બધા જ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું જ્યારે શ્રાદ્ધ માટે જે પણ લોકો આવે છે તેમને કોઈ પણ વસ્તુ શ્રાદ્ધ માટે ઘરેથી લાવવી પડતી નથી તે વસ્તુની વ્યવસ્થા આસારામજી આશ્રમમાંથી થતી હોય છે અને પૂજનમાં આસારામજી આશ્રમના હરિભક્તો દ્વારા સામૂહિક વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે અને આ અમાસના અંતિમ દિવસે પિતૃઓની મોક્ષ મળે તે માટે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે પિતૃઓના વિધિવત લોટના પીંડા બનાવી પૂજા અર્ચના કરી વિધિ વ્રત માતૃ પિતૃઓનું મોક્ષ પ્રાપ્ત થાય છે આ રીતે ત્રિવેણી સંગમ ખાતે દર વર્ષે અમાસના દિવસે પિતૃ મોક્ષ શ્રાધ કરવામાં આવે છે.