Friday, 11/10/2024
Dark Mode

નવરાત્રી પર્વ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન સહિતના કાર્યક્રમ યોજાશે, પોલીસની C ટીમ પણ રોમિયોગીરી પર નજર રાખશે. દાહોદ જિલ્લામાં આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ: ખેલૈયાઓ નવ દિવસ સુધી મન મૂકીને ગરબે ઘૂમશે..

October 2, 2024
        273
નવરાત્રી પર્વ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન સહિતના કાર્યક્રમ યોજાશે, પોલીસની C ટીમ પણ રોમિયોગીરી પર નજર રાખશે.  દાહોદ જિલ્લામાં આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ: ખેલૈયાઓ નવ દિવસ સુધી મન મૂકીને ગરબે ઘૂમશે..

રાજેશ વસાવે :- દાહોદ 

નવરાત્રી પર્વ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન સહિતના કાર્યક્રમ યોજાશે, પોલીસની C ટીમ પણ રોમિયોગીરી પર નજર રાખશે.

દાહોદ જિલ્લામાં આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ: ખેલૈયાઓ નવ દિવસ સુધી મન મૂકીને ગરબે ઘૂમશે..

દાહોદ તારીખ ૦૩ 

નવરાત્રી પર્વ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન સહિતના કાર્યક્રમ યોજાશે, પોલીસની C ટીમ પણ રોમિયોગીરી પર નજર રાખશે. દાહોદ જિલ્લામાં આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ: ખેલૈયાઓ નવ દિવસ સુધી મન મૂકીને ગરબે ઘૂમશે..

ઓક્ટોમ્બરના રોજથી આશો સુદ નવરાત્રીનો આરંભ થવા જઈ રહ્યો છે.માંઈ ભક્તો અને ખૈલેયાઓ નવરાત્રીમાં ગરબે ઝુમવા માટે થનગનાટ પણ જોવા રહ્યાં છે.દાહોદ શહેર સહિત જિલ્લામાં ગરબા આયોજકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે. ત્યારે નવરાત્રી પર્વ દરમિયાન મેઘરાજા વિધ્નરૂપ બનશે કે કેમ ? તેની પણ આયોજકોમાં ચિંતા જાેવા મળી રહી છે. બીજી તરફ દાહોદના બજારોમાં મહદઅંશે ખરીદી કરવા માટે ચહલ પહલ પણ જાેવા મળી રહી છે.

નવરાત્રી પર્વ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન સહિતના કાર્યક્રમ યોજાશે, પોલીસની C ટીમ પણ રોમિયોગીરી પર નજર રાખશે. દાહોદ જિલ્લામાં આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ: ખેલૈયાઓ નવ દિવસ સુધી મન મૂકીને ગરબે ઘૂમશે..

માં અંબેના પાવન પર્વ નવરાત્રીની નવ દિવસ સુધી માંઈ ભક્તો માતાની પુજા, અર્ચના, આરતી, ગરબા વિગેરે જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી નવરાત્રીની ઉજવણી કરવા જઈ રહ્યાં છે.માં અંબાને રિઝવવા માટે માંઈ ભક્તો ૦૯ દિવસ સુધી નકોડા ઉપવાસ પણ કરશે. ત્યારે ગરબા રમવા માટે ખૈલેયાઓમાં અનેરો ઉત્સાહ પણ જાેવા મળી રહ્યો છે. 

દાહોદ શહેર સહિત જિલ્લામાં ગરબા આયોજકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે તેમાં જિલ્લો પણ બાકાત નથી ત્યારે હવામાન વિભાગ અને ખાસ કરીને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવરાત્રીના સમયગાળા દરમ્યાન છુટા, છવાયા વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે જેને પગલે ગરબા આયોજકો અને ખૈલેયાઓમાં ચિંતા પણ જાેવા મળી રહી હતી. ખૈલેયાઓના રાસ, ગરબામાં મેઘરાજા વિધ્નરૂપ બનશે તો રંગમાં ભંગ સમાન પરિસ્થિત સર્જાશે. દાહોદ શહેરના બજારોમાં નવરાત્રીની ખરીદી માટે લોકોની મહદઅંશે ચહલ પહલ પણ જાેવા મળી રહી છે. ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં દોઢ વર્ષ પહેલા તંત્રની ડીમોનેશનની કામગીરી પગલે મોટા ભાગના ધંધા, રોજગાર પડી ભાગ્યાં છે. આવા સમયે દાહોદ શહેરના વેપારીઓએ આસપાસના ગામ્ય વિસ્તારોમાં પોતાનો રોજગાર, ધંધો જમાવ્યો છે જેને પગલે દાહોદ શહેરના બજારોમાં ખાસ એવી ઘરાકી પણ જાેવા ન મળતી હોવાની બુમો વેપારીગણમાં ઉઠવા પામી છે. ત્યારે બીજી તરફ નવરાત્રી પર્વની મોટા ભાગની ખરીદી દાહોદ શહેરવાસીઓ મોટા મોટા શહેરમાંથી કરી રહ્યાં છે. નવરાત્રીના પર્વને અનુલક્ષીને દાહોદ શહેર સહિત જિલ્લામાં જિલ્લા પોલીસ વડા દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવનાર છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ૧૮૧મહિલા હેલ્પ લાઈન ટીમ પણ જિલ્લામાં ગરબા મંડળો તરફ ચાંપતી નજર રાખનાર છે. બીજી તરફ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ જાહેર કરવામાં આવી છે કે, નવરાત્રીના નવ દિવસ સુધી લોકોના નાના, મોટા રોજગાર ધંધા ચાલુ રહે અને લોકોને રોજીરોટી મળી રહે અને રોજગાર ધંધો ચાલુ રહે તે માટે નવરાત્રીના નવ દિવસ સુધી જ્યાં સુધી ગરબા રમાય ત્યાં સુધી રોજગાર, ધંધા ચાલુ રાખી શકાશે ની જાહેરાતને પગલે નાના વેપારીઓમાં આશાની કિરણ જાગી છે.

આગામી નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં ગરબા સ્થળે એકત્રિત થાય છે જેઓ સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને નહીં અને સુરક્ષિત રીતે ગરબા માં ભાગ લઇ શકે તે માટે પોલીસ સાથે અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન ની ટીમ પણ ફરજ બજાવશે. ગુજરાત સરકાર ની અભિનવ હેલ્પ લાઈન મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ તેમજ ઇ. એમ. આર. આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કાયાર્ન્વિત છે જે દિવસે દિવસે મહિલાઓમાં વધુ ને વધુ વિશ્વવનીય અને સાચી સહેલી તરીકે ઉભરી રહી છે. અભયમ ટીમની ૨૪/૭ સેવાઓ કાયમી હોય છે જેઓ પિડીત મહિલાઓ ને સમયસર મદદ, માર્ગદર્શન અને બચાવ ની અગત્ય ની કામગીરી ફરજ ના ભાગ રૂપે બજાવે છે વિશેષ નવરાત્રિ પર્વ ને ધ્યાન માં રાખી ગરબા સ્થળે, આજુબાજુ ના વિસ્તારમાં ફરજ ની સાથે પેટ્રોલિંગ પણ કરશે જેથી કોઈ અઘટિત બનાવ બને નહી અને મહિલાઓ સુરક્ષિત રીતે ગરબા નો આનંદ માણી શકે. ખાસ કરી મહિલાઓ માટે સંદેશ પણ આપવામાં આવ્યો છે કે ગરબા પરિચિત ગ્રુપ સાથે રહેવુ, કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે નાસ્તો કે પીણું પીવું નહી, વધુ વ્યક્તિ ની અવરજવર હોય તે રસ્તો પસંદ કરવો, અજાણ્યા વ્યક્તિઓ સાથે ફોટો શેર કરવો નહી.અભયમ સેવાઓ ઝડપ થી મેળવવા માટે પ્લે સ્ટાત્રમાંથી અભયમ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જે મુશ્કેલી ના સમયે ઝડપ થી આપના સુઘી સેવાઓ પહોંચાડી શક્શે.કોઈપણ સતામણી કે શંકા હોય તો તરતજ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન કે ૧૦૦ નંબર નો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે.

—————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!