રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત પ્રાથમિક શાળામાં દાદા દાદી સંમેલન કાર્યક્રમ યોજાયો.
દાહોદ તા. ૨
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પ્રાથમિક શાળામાં આજે બાળકો, નાના નાની અને દાદા દાદી નું એક અનોખું સંગમ રચાયો હતો. દાદા દાદી સંમેલન ના નામે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર તથા ગ્રામીણ વિસ્તારમાં રહેતા બાળકોના દાદા દાદી અને નાના નાની ને પણ શાળા પરિવાર દ્વારા તેડાવવામાં આવ્યા હતા. એક તરફ માતા-પિતા ખૂબ જ વ્યસ્ત અને બંને જણા નોકરી પર જતા હોય ત્યારે બાળક એકલું સ્કૂલે આવતું હોય તથા ખેતીના કામ અંગે અથવા અન્ય કામ અંગે નાના-નાની અને દાદા દાદી આજુબાજુના વતનમાં નિવાસ કરતા હોય તેવા સમયે શાળા પરિવારમાં દાદા-દાદી, નાના-નાની જોઈ બાળકો ખૂબ જ ઉત્સાહિત બન્યા હતા.
આમ પણ દાદા દાદી અને નાના નાની ને પોતાના પૌત્ર ઉપર કે પૌત્રી ઉપર સવિશેષ પ્રેમ હોવાનું સામાજિક દ્રષ્ટિ કોણ થી પ્રતિત થતું જ હોય છે. શાળામાં સૌ નાના ભૂલકાઓએ સ્વયં પોતાના નાના નાની અને દાદા દાદી ને આવકાર્યા હતા. એટલું જ નહીં તેમના માટે ખૂબ જ સુંદર સ્વાગત અને આવકાર ગીત રજૂ કર્યું હતું. તો બીજી તરફ દાદા દાદી એ પણ બાળકોને મોજ પડે તેવું બાળગીત રજૂ કર્યું હતું.
ખૂબ જ મધ મીઠી વાતો પછી બાળકો અને દાદા દાદીએ એક સાથે નૃત્ય કરી વાતાવરણને ખૂબ જ આલહાદક બનાવ્યું હતું તો બાળકોએ પણ મન મૂકીને નૃત્ય કર્યું હતું.
અલ્પાહાર સહિત યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત દાદા દાદી અને નાના-નાની એ પોતાના પ્રસંગો અને લાગણીઓને બાળકો સમક્ષ વર્ણવી હતી તો શાળા પરિવારના આ પ્રયત્ને બાળકોએ કુટુંબનો સુલેહ જળવાઈ રહે તથા માતા પિતા સાથે દાદા દાદીને પણ હંમેશા સાથે રાખી તેઓની સેવા કરવાના સંકલ્પ લીધા હતા. આમ કૌટુંબિક આત્મીયતા વધે તેવા સંવાદો સાથે દાદા દાદી નાના નાની સંમેલન સફળતાપૂર્વક પાર પડ્યું હતું. ઉપસ્થિત દાદા દાદીઓએ શાળા પરિવારની ભાવના શાળા પરિવારની પ્રવૃત્તિ અને શિક્ષકોની લાગણીને મન મૂકીને બિરદાવી હતી. દાદા દાદી અને નાના-નાની આવા સંમેલન સમયાંતરે યોજવાની લાગણી પણ વ્યક્ત કરી હતી.