રાજેશ વસાવે :- દાહોદ
સીંગવડનો ચકચારી તોયણીની શાળામાં માસૂમની હત્યાનો મામલો..
દુષ્કર્મનો પ્રયાસ બાદ બાળકીને મોતને ઘાટ ઉતારનાર નરાધમ આચાર્યના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો.
આરોપીને કોર્ટમાં રજૂ કરાયો:જેલ વોરન્ટ બાદ દેવગઢ બારીયાની સબજેલમાં ધકેલાયો..
દાહોદ તા. 30
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળાની ધોરણ-1ની માસુમ 06 વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવનાર નરાધમ આચાર્યના પોલીસ રીમાન્ડ પૂર્ણ થતા પોલીસે આજે આરોપી આચાર્ય ગોવિંદ નટને લીમખેડાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો, કોર્ટે આરોપી આચાર્યને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રાખવાનો હુકમ કરતા તેને દેવગઢ બારીઆની સબ જેલમાં મોકલી દેવામા આવ્યો હતો.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં આવેલી તોયણી ગામની પ્રાથમિક શાળાના 56 વર્ષીય આચાર્ય ગોવિંદ છગનભાઈ નટે 19મી સપ્ટેમ્બરના રોજ તેની કાળા કાચની કારમાં શાળાએ જતો હતો,તે સમયે તેણે માતા સાથે રસ્તા પર ઉભેલી પોતાની જ શાળાની ધોરણ-1ની વિદ્યાર્થીનીને કારમાં બેસાડી હતી ત્યારબાદ તેણે એકાંતવાળા રસ્તામાં વિદ્યાર્થીની પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જેમાં વિદ્યાર્થીનીનુ તેણે મોડું દબાવી દઈ શ્વાસ રૂંધીને હત્યા કરી હતી અને લાશને પોતાની કારમાં મૂકી રાખી શાળા છૂટ્યા બાદ તેને બાળકીની લાશને શાળાના કમ્પાઉન્ડમા મૂકી દીધી હતી.આ સમગ્ર બનાવની રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગોવિંદ છગન નટની ધરપકડ કરી ગત સોમવારે લીમખેડા કોર્ટમાં રજૂ કરી 04 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, પરંતુ આરોપી ગોવિંદ છગન નટ રિમાન્ડ દરમિયાન તપાસમાં પૂરતો સાથ સહકાર આપતો ન હોવાથી અને વારંવાર પોતાના નિવેદનો બદલતો હોવાથી શુક્રવારે સાંજે ફરીથી લીમખેડા કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપી આચાર્યના સોમવાર બપોરે 1:00 વાગ્યા સુધીના એટલે કે સાડા ત્રણ દિવસના વધુ રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ આજે પુરા થતા તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે હત્યારા આચાર્યને દેવગઢ બારીયાની સબ જેલમા મોકલાયો હતો.
*લીમખેડા પોલીસે વધુ રિમાન્ડ નહિ માગતા આરોપી આચાર્યને જેલ ભેગો કરાયો.*
તોયણી પ્રાથમિક શાળાની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી દેનાર આચાર્યએ આચરેલ કુકર્મની પોલીસે ઝીણવટ ભરી સંપૂર્ણ તપાસ કરવા માટે આરોપીને કુલ 7.5 દિવસ ના કોર્ટે રીમાન્ડ આપ્યા હતા, રીમાન્ડ દરમિયાન પોલીસે આરોપી ગોવિંદ નટને સાથે રાખી સમગ્ર ઘટનાનુ રીકન્ટ્રક્શન કર્યુ સાથે ઘટના સબંધી મજબુત પુરાવા પોલીસે તપાસ દરમિયાન એકત્રિત કરી લીધા છે, પોલીસે કોર્ટમા વધુ રીમાન્ડ ની માંગણી નહિ કરતા આરોપી આચાર્ય ગોવિંદ નટ ને લીમખેડા કોર્ટે દેવગઢ બારીઆ સબ જેલમા મોકલવાનો હુકમ કરતા પોલીસે આરોપોને દેવગઢ બારીઆ સબ જેલમા મોકલી આપ્યો હતો.