Friday, 04/10/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના વરુણા આશ્રમશાળા ખાતે શ્રી સદગુરુ કબીર સાહેબ સેવા સમિતિ આયોજિત સંત સંમેલન યોજાયું*

September 30, 2024
        742
ફતેપુરા તાલુકાના વરુણા આશ્રમશાળા ખાતે શ્રી સદગુરુ કબીર સાહેબ સેવા સમિતિ આયોજિત સંત સંમેલન યોજાયું*

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાના વરુણા આશ્રમશાળા ખાતે શ્રી સદગુરુ કબીર સાહેબ સેવા સમિતિ આયોજિત સંત સંમેલન યોજાયું*

*શ્રી સદગુરુ કબીર સાહેબ સમિતિ આયોજિત આગામી તારીખ 8/11/ 2024 થી તારીખ 10/11/ 2024 દરમિયાન કથા,આનંદ, આરતી,શોભાયાત્રા વિગેરે કાર્યક્રમોનું આયોજન કરાયું*

સુખસર,તા.30

ફતેપુરા તાલુકાના વરુણા આશ્રમશાળા ખાતે શ્રી સદગુરુ કબીર સાહેબ સેવા સમિતિ આયોજિત સંત સંમેલન યોજાયું*

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ના વરૂણા આશ્રમશાળાના સભાખંડમાં શ્રી કબીર યોગાશ્રમ લીમડી સૌરાષ્ટ્રના પરમ પૂજ્ય મહંત 108 પંડિત ચરણદાસજી બાપુની પ્રેરણા અને આશીર્વાદથી નિવૃત્ત સિવિલ સર્જન શ્રી ડોક્ટર એમ.એમ.ચંદાણા ના અધ્યક્ષ સ્થાને શ્રી સદગુરુ કબીર સાહેબ સમિતિ આયોજિત આગામી તારીખ 8/11/2024 થી તારીખ 10/ 11/2024 દરમિયાન યોજાનાર ત્રિ દિવસીય કથા,આનંદ,આરતી, શોભાયાત્રા વગેરે કાર્યક્રમ માટે સંતરામપુર,ફતેપુરા,ઝાલોદ,સંજેલી વગેરે તાલુકાઓના કબીર સંપ્રદાયના સંતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનનું ઉદઘાટન સંત મહંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું.

ફતેપુરા તાલુકાના વરુણા આશ્રમશાળા ખાતે શ્રી સદગુરુ કબીર સાહેબ સેવા સમિતિ આયોજિત સંત સંમેલન યોજાયું*

       આગામી યોજનાના કાર્યક્રમની રૂપરેખા રમેશભાઈ કટારાએ આપી હતી.આ કાર્યક્રમનું આયોજન વિવિધ કમિટી ઓની રચના કરવામાં આવી હતી.અને કાર્યક્રમની ઉજવણી માટે ભંડોળ એકત્ર કરવા અને દાનની બુકો છપાવી દાન ઉઘરાવવા માટે સૌને અપીલ કરવામાં આવી હતી.

        આ કાર્યક્રમમાં ચાર તાલુકાના સંતો સર્વશ્રી નાથુભાઈ તડવી, સુખલાલભાઈ પરમાર,ભરતભાઈ ટીંડોર,તાજસીંગભાઇ તડવી, દલસિંગભાઈ પલાસ,ડી.કે.માલ, તેરસિંગભાઈ વસૈયા,કાળુભાઈ પરમાર, મગનભાઈ ગરાસીયા, દિનેશભાઈ વસૈયા તથા હરી મંદિર વાસિયાના મહંત શ્રી છગનદાસ મહારાજ વગેરે મહાનુભવો હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રેમજીભાઈ રાઠોડ,ભરતભાઈ ભેદી ,પારસીંગભાઈ માલ,જગદીશભાઈ ભેદી,રાજુભાઈ ભાભોર,નરસિંહભાઈ બારીયા, મગનભાઈ ગરાસીયા,કોયાભાઈ ગણાસવા,પર્વતભાઈ બારીયા વગેરે ના ઓએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.આ કાર્યક્રમનું સફળ સંચાલન સુખદેવભાઈ માલે કર્યું હતું.તેમજઆ કાર્યક્રમમાં સ્વરુચિ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!