રાજેશ વસાવે :- દાહોદ
*દુષ્કર્મ હત્યા કેસ: તોયણી*
*પીડિત પરિવારની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ પાઠવતા પૂર્વ પ્રમુખ અને મહિલા આગેવાન શીતલકુમારી વાઘેલા*
*ભાજપ પ્રમુખ સહિત મહિલા મોરચાના કાર્યકર્તાઓએ પીડિત પરિવારની મુલાકાત લીધી*
દાહોદ તા. ૨૮
દાહોદ જિલ્લાના સીગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ-1 ની બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ચકચારી ઘટના બનતા ગુજરાતમા હડકંપ મચી ગયો છે. ત્યારે નરાધમ આચાર્યની વાસનાનો ભોગ બનેલી માસુમ બાળકીના પરીવારને સાંત્વના પાઠવવા માટે નેતાઓની હોડ લાગી છે, જેમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને મહીલા આગેવાન શીતલ વાઘેલા સહિત મહિલા મોરચાના કાર્યકર્તાઓ ભાજપ પ્રમુખ અને કાર્યકર્તાઓએ પિડીત પરિવારની મુલાકાત લીધી હતી.અને શ્રધાંજલિ અર્પણ કરી હતી.
સીંગવડ તાલુકાની તોયણી ગામની પ્રાથમિક શાળામા 6 વર્ષિય બાળકી સાથે આચાર્યએ દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યાની બનેલી ઘટનાથી દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમા ચકચાર મચી જવા પામી છે, ગુજરાતની શાળામા બનેલી ઘટનાથી શિક્ષણ જગત શર્મશાર છે, ચારેયકોર આચાર્ય પ્રત્યે ફીટકારની લાગણી વરસી રહી છે. બાળકીના પરિવાર સહિત કુટુંબીજનો હાલ ઘેરાશોકમા છે.
શનિવારના રોજ દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મહિલા આગેવાન શીતલ વાઘેલા સહિત મહિલા મોરચાની બહેનો પીડીત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા, જયા તેમણે મૃતક બાળકીને પુષ્પ અર્પણ કરી તેની આત્માને શાંતિ મળે તેવી શ્રધ્ધાજલી પાઠવી હતી, અને પરિવારને આ દુઃખની ઘડીમા સાંત્વના પાઠવી હતી. શીતલ વાઘેલા એ જણાવ્યું હતું
કે ગુજરાત પોલીસ આ કેસ બાબતે નિષ્પક્ષ રહી તટસ્થ તપાસ કરી રહી છે અને દોષિત નરાધમ આચાર્યને ફાંસીની સજા મળશે જ. આ. જે ઘટના બની છે તેને લઈને હું દુઃખ વ્યક્ત કરું છું તેવું જણાવ્યું હતું.
દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયાર્, મહીલા મોરચા ના મેઘાબેન પંચાલ, નગરપાલીકા દાહોદ ના ઉપાધ્યક્ષ શ્રદ્ધા ભડંગ સહિત કાર્યકર્તાએ ઉપસ્થિત રહી ને મૃતક બાળકીની આત્માને શાંતિ મળે તેવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પીડિત પરિવારને દુઃખની ઘડીમાં સાત્વના પાઠવી હતી.