બાબુ સોલંકી :- સુખસર
સીંગવડની ઘટનાની સહી સુકાઈ નથી ત્યારે વધુ એક દુષ્કર્મના બનાવથી ચકચાર.
*ફતેપુરા તાલુકામાં પરપ્રાંતીય મહિલાને હવસનો શિકાર બનાવતો હડમતનો નરાધમ:આરોપીની ધરપકડ*
*આરોપીએ પતિને કાંઈક થઈ ગયું હોવાનું બહાનું બતાવી છેતરપિંડીથી પીડિતાને સાથે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો*
સુખસર,તા.28
દાહોદ જિલ્લા સહીત સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકનારી સીંગવડમાં છ વર્ષીય માસુમ બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યાંના બનાવની સહી હજી સુકાઈ નથી ત્યારે ફતેપુરાના સુખસરમાં વાસનામાં લિપ્ત લિફ્ટ બનેલા એક યુવકે એક પરણિત મહિલા જોડે દુષ્કર્મ આચર્યાંનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મહિલાઓ ઉપર થતા અત્યાચારના વધતા જતા બનાવોને અટકાવવા સરકાર દ્વારા કડક કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવેલ છે.તેમજ અનેક નારી સંરક્ષણ સંસ્થાઓ કાનૂની કવચ પૂરું પાડે છે. તેમ છતાં મહિલાઓ ઉપર અત્યાચાર આચારતા નરાધમ તત્વો કાયદાકીય જોગવાઈઓને વિચારે પાડી ગુન્હા આચારતા રહે છે.અને નારી અત્યાચારના બનાવો દિન પ્રતિદિન વધતા જતા હોય તેમ બનતા બનાવો ઉપરથી જણાય છે.તેવો જ એક વધુ બનાવ ફતેપુરા તાલુકાના હડમતના હવસખોરે પરપ્રાંતીય મહિલાને હવસનો શિકાર બનાવતા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ બિહાર રાજ્યના મુઝફ્ફર જિલ્લાના જેતપુર તાલુકામાં રહેતો એક યુવાન પત્ની અને નાના બાળક સાથે મહેનત મજૂરીની શોધમાં ગુજરાત આવ્યો હતો.અને હડમત ગામે ટુ વ્હીલર વાહનોનુ ટાયર પંચર કાઢવાનુ ગેરેજ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે હડમત ગામના જગદીશ રામાભાઇ ડામોર(રાવળ)ના એ 26 સપ્ટેમ્બર-24 ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં જગદીશ ગામમાં ગેરેજ ઉપર જતા ગેરેજ સંચાલકે જગદીશ પાસે બાકી લેવાના નીકળતા રૂપિયા 7600 ની માંગણી કરતા જગદીશ રાવળે જણાવેલ કે,તમો મારા સાથે મારા ઘરે ચાલો હું તમને પૈસા આપી દઉં છું તેમ જણાવી ગેરેજ માલિકને તેના ઘરે લઈ ગયો હતો.અને તેના ઘેર બેસાડી જગદીશે ગેરેજ સંચાલકને જણાવેલ કે,તમો અહીંયા બેસો હું પૈસા લઈને આવું છું.તેમ જણાવી ગેરેજ સંચાલકને પોતાના ઘરે બેસાડી જગદીશ ઘરેથી મોટરસાયકલ લઈ નીકળ્યા બાદ ફરીથી જગદીશ ગેરેજની દુકાન ઉપર ગયેલ.અને ગેરેજ સંચાલકની પત્નીને જણાવેલ કે,તમારા પતિને કાંઈક થઈ ગયું છે.અને તમો મારા સાથે ચાલો તેમ જણાવી ગેરેજ સંચાલકની 20 વર્ષીય પત્નીને પોતાની સાથે બીજા રસ્તાથી લઈ જઈ મહિલાને રસ્તામાં ઉતારી શારીરિક હડપલા કરી બળજબરી કરી તેના ઘર પાછળ લઈ ગયેલ.ત્યારબાદ જગદીશે તેના મકાનની પાછળ લઈ જઈ મોટરસાયકલ ઊભી રાખી
હવસખોર જગદીશે મહિલા પાસેથી તેનું નાનું બાળક લઈ જગદીશે આ બાળક તેના પુત્રને આપી મહિલા પાસે બિભત્સ માંગણી કરતા મહિલા ગભરાઈ ગઈ હતી.છતાં હવસખોર જગદીશે મહિલાને પકડી ખેંચાણ કરી જમીન ઉપર પાડી દઈ કપડાં ફાડી આપ્યા હતા.અને મહિલા સાથે બળજબરી કરી પોતાની હવસ સંતોષી હતી.
ઉપરોક્ત બાબતે પીડીતાએ પોતાના સાથે ઘટેલી ઘટનાની જાણ પોતાના પતિ સહિત આસપાસમાં કરતાં હડમત ગામમાં ચકચાર મચી જવા પામી હતી.અને તેની સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આરોપી જગદીશ રામાભાઇ ડામોર (રાવળ)ની વિરુદ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કરી સુખસર પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હોવાનું જાણવા મળે છે.