Sunday, 06/07/2025
Dark Mode

દાહોદ:તાજેતરમાં લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતી અંગે જવાબદારો સામે પગલા લેવા આમ આદમી પાર્ટીએ કરી માંગ..

December 17, 2021
        1992
દાહોદ:તાજેતરમાં લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતી અંગે જવાબદારો સામે પગલા લેવા આમ આદમી પાર્ટીએ કરી માંગ..

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ:તાજેતરમાં લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતી અંગે જવાબદારો સામે પગલા લેવા આમ આદમી પાર્ટીએ કરી માંગ

દાહોદ તા.૧૭

હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતી અંગે પગલા લઈને ભવિષ્યની પરીક્ષાઓને સુચારૂ વ્યવસ્થા ગોઠવવાની માંગણી કરતું એક આવેદનપત્ર આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, તાજેતરમાં તારીખ ૧૨.૧૨.૨૦૨૧ના રોજ લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ અગાઉની પરીક્ષાની માફક પેપર લીક થયું હતું. હિમ્મતનગર એક ફાર્મ હાઉસમાં ૧૬ જેટલા વિદ્યાર્થીઓને અને ત્યાંથી સોશીયલ મીડીયા દ્વારા ભાવનગર, વડોદરા, કચ્છ વિગેરે સ્થળોએ પરીક્ષાના બે કલાક અગાઉ પેપર પહોંચ્યું હતું. પેપર લીક થવાની આ પરંપરા ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે હળાહળ અન્યાય છે. હજારો રૂપીયા ક્લાસીસમાં બગાડી પોતાનો અમુલ્ય સમય બગાડીને પોતાનું જીવન સજાવવા માટે મથી રહેલા ગાંધીના ગુજરાતના વિદ્યાર્થીઓ દર પરીક્ષા વખતે જબરો માનસીક આઘાત અનુભવે છે. આ પ્રકારની હિંસા છે. હિમ્મતનગરમાં બનેલી આ ઘટનાની આઘારો સાથે રજુઆતો કરવામાં આવી છે ત્યારે દોષીતો સામે કાર્યવાહી થાય અને અન્ય આવા લોકોને બોધ પાઠ મળે તેવી રાતે સરકાર દ્વારા આવા લોકો સામે કાર્યવાહી થાય, દોષીતોને પરીક્ષામાંથી બાકાત કરવામાં આવે અને આ કૌંભાંડ સાથે સંકળાયેલ દરેક લોકોની સામે કાર્યવાહી થાય તેમજ ભવિષ્યમાં લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપનીયતા જળવાય તેવા પ્રકારની આયોજન થાય તેવું ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યાં છે. તાજેતરની પેપર લીકની ઘટનાને જાે ગંભીરતાથી નહીં લેવાય અને વિદ્યાથીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓએ તૈયારી છોડી મેદાનમાં આવવાની ફરજ પડશે જેની નોંધ લઈ આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની વેદના સમજી હાલની ઘટના પર અને ભવિષ્યની પરીક્ષાઓને લઈને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી આમ આદમી દ્વારા કરવામાં આવી હતી.

————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!