મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી મામલતદાર કચેરી ખાતે SDMની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.
અરજદારોના વિવિધ પ્રશ્નોના ઝડપી નિરાકરણ કરવા પ્રાંત અધિકારી ની કડક શબ્દોમાં સુચના.
સંજેલી નગરમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકી,સ્ટ્રીટલાઈટ,ગટરના પ્રશ્ન અનેકવાર આવતા તલાટીને ખખડાવ્યા.
સંજેલી તા. ૨૭
સંજેલી તાલુકાના લાભાર્થીઓને અરજીનો યોગ્ય જવાબ આપવામાં આવતા નથી. જેને લઇ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પંચાયત,મામલતદાર કચેરી સહિત તાલુકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ ન આવતા લાભાર્થીઓ તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં અરજી કરવા માટે મજબુર બને છે પરંતુ લાભાર્થીને બોલાવીને સમય મર્યાદામાં અરજીનો નિકાલ કરવા માટે અધિકારીઓ દ્વારા વાહેદરી પણ આપવામાં આવે છે પરંતુ કાર્યવાહી કરવા તંત્ર નિષ્ફળ નીવડી રહ્યા છે. અરજદારને અરજીનો નિકાલ કરવા માટે બાહેધારી આપી કાર્યક્રમ પૂર્ણ કરી દેવામાં આવે છે પરંતુ અરજદારને ન્યાય મળે છે કે કેમ?તેની તપાસ પણ કરવામાં આવતી નથી? આ જાડી ચામડીના અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપી અરજદારોને રખડાવવામાં માહિર બનેલા તંત્ર સામે કાર્યવાહી ક્યારે થશે? ગુજરાતના કોઈપણ નાગરિકને તાલુકાના લગતી સમસ્યાને ઉકેલ માટે જિલ્લા કક્ષા કે રાજ્ય કક્ષાએ રજૂઆત કરવાના જવું ના પડે તાલુકા કક્ષાએજ ફરિયાદનું નિવારણ આવે તે હેતુથી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તાલુકા સ્વાગત કાર્યક્રમ પ્રાંત અધિકારી વર્ગ એકના અધિકારીના અધ્યક્ષ સ્થાને 11:00 કલાકે યોજવામાં આવે છે પરંતુ પ્રાંત અધિકારી એક કલાક લેટ આવતા અરજદારોમાં નારાજગી જોવામળી હતી અને અરજદારો કહેવા લાગ્યા છે કે સ્વાગત કાર્યક્રમ એક ટાઇમપાસ હોય તેમ જોવાઈ રહીયુ.
સંજેલી મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત નો કાર્યક્રમ પ્રાંત અધિકારીની અધ્યક્ષ સ્થાને યોજવામાં યોજાયો હતો. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વિવિધ અલગ અલગ 12 જેટલી અરજીને લઇ અરજદારો વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો. અને પ્રાંત અધિકારીએ અરજદારોના તમામના શાંતિ પૂર્વક પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં સંજેલી નગરમાં પ્રાથમિક સુવિધા નો અભાવને લઈ વારંવાર રજૂઆત આવતા પ્રાંત અધિકારીએ તલાટી રાહુલ પરમારને આડેહાથ લઈ ખખડાવ્યા અને કહ્યું કે સ્ટ્રીટ લાઈટ,સફાઈ, ગટર, પીવાના પાણીમાં દવાનો છટકાવ સાહિતની એકની એક વારંવાર રજૂઆત કેમ આવે છે હવે પછીના સ્વાગત કાર્યક્રમમાં પણ હુંજ આવાની છું આ પ્રશ્ન હવે ના આવવો જોઈએ આ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરવા માટે તલાટીને સુચના અપાઈ.તેમજ ગસલી ગામે નવીન રસ્તો 2 મહિનામાં જ ધોવાઈ જતા એન્જિનિયરને સ્થળ તપાસ કરી તાત્કાલિક અહેવાલ મંગાવ્યો અને સંજેલી હોળીફળીયામાં ખાતા નંબર 141 અને સર્વે નંબર 44માં માહિતી આપવા અરજદારને રેકર્ડ પર જોઈ તારીખ નામ નંબર તમામ પુરાવા દસ્તાવેજ સહિતના તમામ દિન 7માં માહિતી આપવા માટે સુચના આપવામાં આવી. સર્વે નંબર 44 માં તલાટી દ્વારા 2 મહિના અગાઉ સર્વે કરી માહિતી ન આપતા તલાટીને ખખડાવ્યા કેમ હજી સુધી માહિતી આપતા નથી તમે સર્વે કર્યું છે તો બે મહિનાથી ક્યાં ગાયબ થઈ ગયા અરજદારને વહેલી તકે દિન 7માં માહિતી આપવા માટે પ્રાંત અધિકારીએ જણાવ્યું.આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સંજેલી મામલતદાર, તલાટીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.