બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર ખાતે જે.આર.કટારા આર્ટસ કોલેજમાં અભિલેખાગાર અને ઇતિહાસનુ વ્યાખ્યાન યોજાયું*
*કોલેજના વિદ્યાર્થીઓને ગુજરાતના જુના દેશી રાજ્યોના સ્વતંત્ર સેનાની ઓના 150 કરતાં વધારે જુના ઐતિહાસિક દસ્તાવેજોનો પરિચય આપી માહિતગાર કરાયા*
સુખસર,તા.23
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ જે.આર.કટારા આર્ટસ કોલેજ માં અભિલેખાગાર અને ઇતિહાસનુ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કોલેજના વિદ્યાર્થીઓ સહિત સ્ટાફગણ હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં અભિલેખાગાર અને ઇતિહાસ નામના વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.જેનો કોલેજના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
જાણવા મળેલ વિગતો મુજબ જય સીતારામ કેળવણી મંડળ હિંગલા સંચાલિત જે.આર.કટારા આર્ટસ કોલેજમાં તાજેતરમાં અભિલેખાગાર અને ઇતિહાસ વિષય પર રસપ્રદ અને માહિતી સભર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.કોલેજના આચાર્ય પ્રો. પ્રવીણ કે.બામણીયા દ્વારા આ વ્યાખ્યાનનો ઉદ્દેશ સમજાવી મંચસ્થ મહાનુભાવોનો પરિચય કરાવ્યો હતો. સમારંભની શરૂઆત કોલેજના અધ્યાપક દ્વારા શાબ્દિક તથા ગુચ્છ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતુ ગાંધીનગરના પૂર્વ અધિક્ષક જીતેન્દ્ર વી.શાહ દ્વારા વિદ્યાર્થીઓને અભિલેખાગાર અને ઇતિહાસ નામના વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે જુના ઐતિહાસિક દસ્તાવેજોનું સુંદર પ્રદર્શન વિદ્યાર્થી ઓએ નિહાળ્યું હતું.કોલેજના આચાર્ય પ્રો પ્રવીણ કે.બામણીયા બી.એડ્ કોલેજના આચાર્ય પ્રો.રીલીન આર. પ્રજાપતિ અને સિનિયર એકાઉન્ટન્ટ મલાભાઈ ભાભોર દ્વારા રીબીન કાપી આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.જેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફણ હાજર રહ્યા હતા.
ગુજરાતના જુના દેશી રાજ્યોના સ્વતંત્ર સેનાનીઓના 150 કરતાં વધારે જુના ઐતિહાસિક દસ્તાવેજો વિશે ઉપસ્થિત વિદ્યાર્થીઓને માહિતગાર કરતા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ રસ પૂર્વક ભાગ લીધો હતો.જેમા વિદ્યાર્થીઓમાં પ્રાચીન ઉજાગર કરતી ઐતિહાસિક માહિતી તથા સાંસ્કૃતિક વારસાથી માહિતગાર થયા હતા.અને વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.
સ્વાગત પ્રવચન અને પ્રસંગને અનુરૂપ વક્તવ્ય કોલેજના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઇતિહાસ વિભાગના અધ્યાપક પ્રિયંકાબેન એમ. ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આભાર વિધિ બી.એડ્ કોલેજના આચાર્ય પ્રો.રીલીન આર. પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી.