Saturday, 20/04/2024
Dark Mode

મોતના તાંડવથી ઘરના ચૂલા ઓલવાયા…દાહોદ જિલ્લાના ભુલવણ ગામે બનેલા ગોઝારા બનાવમાં ત્રણ દિવસથી કેટલાંય પરિવારોના ઘરે હજુ ચુલા પણ સળગ્યા નથી…

December 17, 2021
        622
મોતના તાંડવથી ઘરના ચૂલા ઓલવાયા…દાહોદ જિલ્લાના ભુલવણ ગામે બનેલા ગોઝારા બનાવમાં ત્રણ દિવસથી કેટલાંય પરિવારોના ઘરે હજુ ચુલા પણ સળગ્યા નથી…

જીગ્નેશ બારીયા :-  દાહોદ 

મોતના તાંડવથી ઘરના ચૂલા ઓલવાયા…દાહોદ જિલ્લાના ભુલવણ ગામે બનેલા ગોઝારા બનાવમાં ત્રણ દિવસથી કેટલાંય પરિવારોના ઘરે હજુ ચુલા પણ સળગ્યા નથી

દાહોદ તા.૧૭

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામના ભુલવણ ફળિયામાં ચારેક દિવસ પહેલા સામાજીક જાતર વિધિમાં કેટલાંક લોકોને જમવાનું જમ્યા પછી થોડીવાર પછી ઓચિંતા ૧૭ લોકોને ફુડપોઝનીંગની અસર થઈ હતી. અમુક

 

#Paid Pramotion….Monu pan 

વ્યક્તિઓને ચક્કર આવવા, માથુ દુખવું અને મોઢામાંથી વધારે ફીણ નીકળતાં ૧૦૮ એમ્બ્યુલંશ મારફતે દેવગઢ બારીઆની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને વધારે વધારે ગંભીર હાલતમાં જે હતાં તેમને દાહોદની ઝાયડસ હોસ્પિટલ તથા ગોધરાની સીવીલ હોસ્પિટલમાં દવાસારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં અત્યાર સુધીમાં ૮ વ્યક્તિઓના મોત નીપજ્યાં છે ત્યારે ૯ વ્યક્તિઓ હજુ સુધી દવાખાને સારવાર લઈ રહ્યાં છે. એકજ ગામના જુદા જુદા ફળિયામાં રહેતાં ૧૭ લોકોને ફુડપોઈઝનીંગની અસર થઈ હતી તે પૈકીના ૪નું તો સોમવારે, ત્રણનું મંગળવારે, બુધવારે પણ વધુ એક ૬૦ વર્ષીય હીરાભાઈ પારસીંગભાઈ પરમારનું મૃત્યુ થતાં ભુલવણ ગામમાં શોક સાથે સ્તબ્ધતા છવાયેલી જાેવા મળી હતી. નાના એવા ભુલવણ ગામમાં ૦૮ જેટલા વ્યક્તિઓનું ફુડપોઈઝનીંગથી મરણ થતાં છેલ્લા ત્રણ દિવસથી લોકોના ઘરે હજુ ચુલા પણ સળગ્યાં નથી. લોકોમાં ચર્ચા છે કે, મહિલાઓએ મટન આરોગ્યુ તો પછી તેમને કેમ ફુડપોઈઝનીંગની અસર થઈ નથી ? દેવગઢ બારીઆનું પોલીસ તંત્ર હજુ પણ ૮ વ્યક્તિના આકસ્મીક મોતમાં તપાસ કરી રહ્યું છે પણ ખરેખર મોતનું સાચુ કારણ કોઈ જણાવી રહ્યું નથી. મરણ જનાર તમામ વ્યક્તિઓનું પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે જેમાં લીધેલ વિસેલા તથા સાઈન્ટીફીક ઓફિસરે સ્થળ પરથી લીધેલા સેમ્પલનું એફએસએલ લેબોરટરીમાં પરીક્ષણ થયાં પછી સાચી હકીકત બહાર આવે તેમ સ્પષ્ટપણે માની શકાય.

 

——————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!