બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર ખાતે વિધવા મહિલાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું*
*રાશન કીટનુ વિતરણ પાલન સેવા સંસ્થા વડાલી દ્વારા જય માં આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ સુખસરના માધ્યમથી કરવામાં આવ્યું*
સુખસર,તા.21
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આજરોજ પાલન સેવા સંસ્થા વડાલી દ્વારા જય માં આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ સુખસરના માધ્યમથી વિધવા મહિલાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.રાશન કીટ વિતરણમાં સુખસરના સામાજિક કાર્યકર કલજીભાઇ સંગાડા, પંકજભાઈ અગ્રવાલ,દિલીપભાઈ પરમાર,રાજેશભાઈ ભુનેતર સહિત બાબુભાઈ સોલંકી હાજર રહ્યા હતા.જેમાં 20 જેટલી વિધવા મહિલાઓને રાશન કીટની ફાળવણી કરવામાં આવી હતી.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આજરોજ ગરીબ વિધવા મહિલાઓને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ રાસન કીટ પાલન સેવા સંસ્થા વડાલી સાબરકાંઠાના પ્રમુખ ગિરધરભાઈ પરમાર નાઓ દ્વારા જય માં આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ સુખસરના પ્રમુખ વર્ષાબેન પરમાર ના માધ્યમથી ફાળવણી કરવામાં આવી હતી.જેમાં આ કિટ નો 20 જેટલી વિધવા મહિલાઓને લાભ આપવામાં આવ્યો હતો.વિધવા મહિલાઓને આપવામાં આવેલ રાશન કીટમાં પાંચ કિલો ઘઉંનો લોટ,કપડાં ધોવાના સાબુ,મરચું,હળદર,મીઠું,ચોખા તુવરની દાળ,ચા,મોરસ,તેલ,કોલગેટ તથા ગરમ મસાલો મળી કુલ રૂપિયા 890 ની કિંમતની કીટ ફાળવણી કરવામાં આવી હતી.
અહીંયા જણાવવું જરૂરી છે કે, સુખસર ખાતે સંચાલિત જય માં આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લાંબા સમયથી ખાસ કરીને મહિલાઓને ગૃહ ઉદ્યોગની તાલીમ આપવામાં આવે છે.જેના લીધે અનેક મહિલાઓ સ્વરોજગાર મેળવતી પણ થઈ છે. તેમજ અલગ-અલગ ટ્રસ્ટો દ્વારા ગરીબ વિધવા મહિલાઓ ને મળવા પાત્ર લાભો અપાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ વર્ષાબેન પરમાર,પતિ સુરેશભાઈ પરમાર મહેનત કરતા આવેલ છે.જેમાં દિલીપભાઈ પરમારનો સહયોગ રહ્યો છે.તેમજ સ્વરોજગાર મેળવવા ઈચ્છતી બહેનોને રોજગારી માટે તાલીમ આપી તૈયાર કરી રોજગારી તરફ વાળવામાં આવી રહી છે.તેમજ આવનાર સમયમાં પણ ગરીબ અને વિધવા મહિલાઓને મળવાપાત્ર જે-તે લાભો માટે માહિતગાર કરી તેઓને લાભો અપાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.આમ સુખસર ખાતે મારગાળા ક્રોસિંગ પાસે આવેલ જય માં આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ સુખસરની કામગીરી પ્રશંસનીય જોવાઈ રહી છે.