Friday, 04/10/2024
Dark Mode

સિંગવડ મલેકપુર પ્રાથમિક શાળામાં દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો..

September 18, 2024
        698
સિંગવડ મલેકપુર પ્રાથમિક શાળામાં દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો..

સિંગવડ મલેકપુર પ્રાથમિક શાળામાં દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો..

સિંગવડ તાલુકાના મલેકપુર પ્રાથમિક શાળા ખાતે 10માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 18 ગામોનો સમાવેશ કરાયો હતો.

દાહોદ તા. ૧૮

રાજ્ય સરકાર ની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે અને સેવાઓ લાભાર્થીઓના રહેઠાણ ના નજીકના સ્થળે જ પ્રાપ્ત થાય રાજ્ય સરકારના પારદર્શક,સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી 10માં તબક્કાનો પ્રારંભ કરાયો છે.જે અંતર્ગત આજરોજ મલેકપુર પ્રાથમિક શાળા ખાતે દસમા તબક્કાના સેવાસેતું કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. જ્યારે આ કાર્યક્રમ બપોરે 12 કલાકે સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા દીવો પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યાર પછી મલેકપુર સરપંચ ભરતભાઈ બારીયા દ્વારા સાંસદ જશવંતસિંહ ભાભોર ને ફુલ માળા પહેરાવી સાલ ઓઢાડી અને ભોરિયુ પહેરવામાં આવ્યું હતું આ સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડ,જાતિ,આવકના દાખલા,વૃધ્ધ નિરાધાર સહાય,વિધવા સહાય સહિત 13 વિભાગો અને 55 સેવાઓ નો વિવિધ સરકારી સહાયની સેવાઓની વ્યવસ્થા ઉભી કરાઈ હતી.જેનો 18 ગામો જેમાં મેથાણ ચુંદડી બોરગોટા સાકરીયા મલેકપુર મોટા આંબલીયા નાના આંબલીયા ભાણપુર સિંગવડ રણધીપુર દાસા પીસોઈ કાળીયાગોટા માતાના પાલ્લા નાની સંજેલી પાતા પરમારના ડુંગરપુર રાઠોડ ના ડુંગરપુર વગેરે ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો.આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે લીમખેડા પ્રાંત સિંગવડ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી, મેથાણ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્યો સરપંચ શ્રી ઓ તલાટી કમ મંત્રીઓ વન વિભાગના RFO, સિંગવડ T.H.O. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાસા ના ડોક્ટર તથા સ્ટાફસહિત રણધીપુર પોલીસ સ્ટેશન પીઆઇ તથા પીએસઆઇ તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ,કર્મચારીઓ,આશાવર્કર બહેનો, આગણવાડી બહેનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!