સીંગવડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે ભમરેચી માતાના મંદિરે આરતી યોજાઈ
દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસે ભમરેચી માતાના મંદિરે જશવંતસિંહ ભાભોર તથા કાર્યકર્તા દ્વારા પ્રધાનમંત્રીના દીર્ધાયુ માટે પ્રાર્થના કરીને આરતી ઉતારવામાં આવી હતી.
દાહોદ તા. ૧૮
દાહોદ જિલ્લાના સિંગવડ ભમરેચી માતાના મંદિર ખાતે આજરોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર માજી જિલ્લા પંચાયત ચેરમેન એન.ડી.પટેલ સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ માજી તાલુકા પંચાયત પ્રમુખ સી કે કિશોરી સિંગવડ સરપંચ લખીબેન વહુનીયા તાલુકા પંચાયત સભ્યો આજુબાજુના ગામના સરપંચો ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી માં ભમરેચી તથા રત્નેશ્વર મહાદેવ ખાતે આરતી ઉતારવામાં આવી હતી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લાંબી દીર્ધાયુ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી આ સાથે સાંસદ ધારાસભ્ય તથા કાર્યકર્તાઓ દ્વારા પ્રધાનમંત્રી ને જન્મદિનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.