
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરાના સુખસર ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે નગરમાં ભક્તિમય માહોલ છવાયો.*
સુખસર,તા.15
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.મંગળવારના રોજ ગણેશ વિસર્જન યોજાનાર છે. પંચાલ ફળિયા,મહાદેવ મંદિર, હનુમાનજી મંદિર ખાતે ગણેશજીની ભવ્ય પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે.સુખસર નગરમાં ભક્તિ મહિમા માહોલ જોવા મળી રહ્યો છે.
ફતેપુરા તાલુકા સહીત સુખસર વિસ્તારમાં ગણેશ મહોત્સવને લઈ ભક્તિમય માહોલ સર્જાયો છે. ગામેગામ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.સુખસરમાં મહાદેવ મંદિર,પંચાલ ફળિયા, હનુમાનજી મંદિર ખાતે ગણેશજીની ભવ્ય પ્રતિમાઓનું સ્થાપન કરાયું છે. સુખસર મહાદેવ મંદિર ખાતે એડવોકેટ પ્યારેલાલ કલાલ દ્વારા ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. જેમાં રવિવારના રોજ ધારાસભ્ય રમેશભાઈ કટારાના અંગત મદદનીશ અને અખિલ ભારતીય કલાલ સમાજ દિલ્હી ગુજરાત પ્રદેશના મહાસચિવ હિતેશ કલાલે ગણેશ મહોત્સવ નિમિત્તે ગણપતિજીની મહાપૂજા કરી આરતી ઉતારી હતી.મંદિરના પુજારી કીર્તન મહારાજે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરાવી હતી.મહાપૂજામાં પ્રજાપતિ સમાજના આગેવાન મહેશભાઈ પ્રજાપતિ પણ જોડાયા હતા.મહાદેવ મંદિર ગણેશ મહોત્સવમાં સમગ્ર સંચાલન વિનોદભાઈ વૈરાગી દ્વારા કરવામાં આવી રહ્યું છે.ગણેશ મહોત્સવને લઈ સુખસર નગરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.