રાજેશ વસાવે :- દાહોદ
ઘાંચીવાડા સ્થિત મકાનના પ્રથમ માળે ખેલાયો ખૂની ખેલ: ફોરેન્સિક ની સાથે પોલીસની 10 ટીમો તપાસમાં જોડાઈ
દાહોદમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ભણતા લઘુપતિ કોમના 19 વર્ષીય યુવકની રહસ્યમયી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર..
ઘરના બેડરૂમમાં પુત્રનું હાથ પગ તેમજ પ્લાસ્ટિક થી મોઢું બાંધેલી અવસ્થામાં મૃતદેહને જોઈ પિતા બેહોશ થયો.
પરિવાર પર આભ તૂટ્યો અંતિમ સંસ્કાર માટે યુવકને યુપી લઈ જવાયો,
દાહોદ તા. 15
દાહોદ શહેરના ઘાંચીવાડા માળીના ટેકરા ખાતે એક મકાનની અંદર ધોળા દિવસે ખેલાયેલા ખેલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના લઘુમતી કોમના એક આશાસ્પદ યુવકનું સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.હત્યાની પ્રબળ આશંકાએ દાહોદ પોલીસની 10 અલગ અલગ ટીમોએ સમગ્ર ઘટના સંદર્ભે ફોરેન્સિક ટીમની મદદથી તપાસનો દોર લંબાવ્યો છે ત્યારે મરણ જનાર યુવકના મૃતદેહને પીએમ કર્યા બાદ પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યો છે જ્યાં પરિવારજનો આ મૃતદેહને તેમના વતન ઉત્તરપ્રદેશ ખાતે લઈને રવાના થયા હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પીઓપીના વ્યાપાર સાથે સંકળાયેલા અને દાહોદ શહેરના ઘાંચીવાડા માળીના ટેકરા પાસે રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શંકર નગર કટરા બલરામપુરના રહેવાસી મુસ્તાક અહેમદ અંસારી ગતરોજ તેમના દૈનિક કામકાજ અર્થે ઘરથી બહાર નીકળ્યા હતા. આ પહેલા તેમની પત્ની તેમજ અન્ય એક પુત્ર કોઈ કામ અર્થે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે ગયેલા હોવાથી ડિપ્લોમા એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો તેમનો પુત્ર મુસાબ મુસ્તાક અહેમદ અનસારી ઉંમર વર્ષ 19 તેમના ત્રણ માળના મકાનમાં પ્રથમ માળે હાજર હતો દરમિયાન બપોર થી સાંજના સમયે બંધ મકાનમાં ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનાથી અજાણ મુસાબના પિતા મુસ્તાક અંસારી સાંજના સમયે ઘરે આવતા ઘરનું બારણું અંદરથી બંધ હોવાથી પુત્રના મોબાઇલ પર રીંગ મારી હતી પરંતુ કોઈ પ્રત્યુતર ન મળતા આખરે તેના મિત્રની મદદથી દરવાજો ખોલાવ્યો હતો.બેડરૂમમાં ગયા બાદ તેમનો પુત્ર મુસાફનું બંને હાથ પગ સાડીના કાપડ જોડે બાંધેલી હાલતમાં તેમજ તેનું મોડું પ્લાસ્ટિકની થેલી વડે મોઢાથી ગળા સુધી બાંધેલી હાલતમાં જોવા મળતા તેઓ બેહોશ થઈ ગયા હતા આ દરમિયાન આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી.જ્યાં પ્રાથમિક તપાસમાં બેડ પર બાંધેલી હાલતમાં મુસાબ મરણ પામેલ હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ પોલીસે પંચનામુ કરી મરણ જનાર યુવકના મૃતદેહને પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
*બેડરૂમમાં રહસ્યમયી સંજોગોમાં મૃત હાલતમાં મળેલા મુસાબ અન્સારીનું મર્ડર થયું હોવાની પ્રબળ આશંકા.!!*
માળીના ટેકરા ખાતે ત્રણ માળના મકાનમાં રહેતા મુસ્તાક અંસારી બહાર હતા.તેમનો પુત્ર મુસાબ પ્રજાને દિવસે ઘરે જ હાજર હતો અને કામ કરી રહ્યો હતો.દરમિયાન બેડરૂમમાં રસમય સંજોગોમાં મરણ પામેલી અવસ્થામાં મળેલા મુસાબની હત્યા થઈ હોવાની પ્રબળ આશંકા જોવાઈ રહી છે. કારણ કે ઘરમાં આવવા જવા માટે બહાર એક માત્ર સીડી જ છે.મુસાબ ની લાશ અંદર બેડરૂમમાંથી મળી છે અને દરવાજો પણ અંદરથી બંધ હતો.એટલે બહાર આવા જવાનો કોઈ માર્ગ ન હોવાથી આ ઘટનાને કોણે અંજામ આપ્યો.? અને અંજામ આપ્યા બાદ દરવાજો અંદરથી બંધ હોવાથી બહાર વ્યક્તિ કઈ રીતે ગયો.? જે રહસ્યના વમળો સરજી રહ્યો છે. જે પોલીસ માટે પણ હાલ એક કોયડા સમાન છે.એટલું જ નહિ લેપટોપ ચાલુ હાલતમાં તેમજ ટીવીની વોલ્યુમ ફૂલ અવાજમાં મળી આવતા મર્ડરની પ્રબળ આશંકાઓ ઉઠવા પામી છે.
*પોલીસની 10 ટીમો કામે લાગી, ફોરેન્સિક ટીમની પણ મદદ લેવાઈ.*
શહેરના ઘાંચીવાડા વિસ્તારમાં સંજોગોમાં મળેલી લાશ બાદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. ડીવાયએસપી જગદીશ ભંડારી ના માર્ગદર્શનમાં, એલસીબી, એસઓજી,સાયબર, પેરોલ ફરલો એ ડિવિઝન બી ડિવિઝન, પોલીસ મળી કુલ 10 જેટલી ટીમો અલગ અલગ એંગલ પર આ ઘટના સંદર્ભે તપાસમાં જોડાઈ છે.જયારે ઘટનાની ગંભીરતાને લઈ ફોરેન્સિક ટીમની પણ મદદ લેવામાં આવી છે.