રાજેશ વસાવે :- દાહોદ
*આઇ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ*
દાહોદ તા. ૧૪
હિન્દી ભાષાને ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ ના રોજ બંધારણ સભાએ હિન્દીને સતાવાર ભાષા તરીકે અપનાવી હતી, તેથી હર સાલ ૧૪ સપ્ટેમ્બર ૧૯૫૩ થી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
હિન્દી દિવસ ઉજવવાનો હેતુ એ છે કે હિન્દી ભાષાનો પ્રસાર-પ્રચાર થાય અને હિન્દી ભાષાનુ અસ્તિત્વ કાયમ રહે એ માટે હર સાલ હિન્દી દિવસની ઉજવણી હર્ષ અને ઉમંગથી થતી હોય છે. દાહોદમાં આઇ રમીલ આર્ટ્સ કોલેજ ખાતે હિન્દી દિવસ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ નવજીવન આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડૉ.બી.આર.બોદરની પ્રેરક ઉપસ્થિતિમાં હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમ્યાન આઈ રમીલા આર્ટ્સ કોલેજના સંસ્થાપકશ્રી સુરેશભાઈ મેડાએ હિન્દી દિવસ વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી. ઉપરાંત માં ગાયત્રી બી.એડ્ કોલેજના આચાર્યશ્રી ડો. અશોક તિવારીએ હિન્દી ભાષાનું મહત્વ અને ઉપયોગ વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. ત્યારબાદ આ કાર્યક્રમના અધ્યક્ષશ્રી ડો. બી. આર. બોદરએ રાષ્ટ્રભાષા અને રાજભાષા વચ્ચે અંતર શું તેની વિશેષ સમજૂતી આપીને હિન્દી ભાષાનો ઉદ્ભવ અને વિકાસ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.