Saturday, 08/02/2025
Dark Mode

દાહોદમાં ઉંચુ વ્યાજ આપવાની સ્કીમો બતાવી 102 ખાતેદારો પાસેથી 29 લાખથી વધુની રકમ પડાવી લેભાગુ ટોળકી ફરાર..

September 14, 2024
        921
દાહોદમાં ઉંચુ વ્યાજ આપવાની સ્કીમો બતાવી 102 ખાતેદારો પાસેથી 29 લાખથી વધુની રકમ પડાવી લેભાગુ ટોળકી ફરાર..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં ઉંચુ વ્યાજ આપવાની સ્કીમો બતાવી 102 ખાતેદારો પાસેથી 29 લાખથી વધુની રકમ પડાવી લેભાગુ ટોળકી ફરાર..

દાહોદ તા. 14

દાહોદ શહેરમાં ઉંચુ વ્યાજ આપવાની સ્કીમો બતાવી શહેરના મધ્યમાં કંપનીની બ્રાન્ચ ખોલી 102 ખાતેદારો પાસેથી કુલ રૂપીયા 29,24,310/- જેટલી માતબર રકમ પડાવ્યાં બાદ પાકતી મુદતે નિર્ધારિત કરેલ વ્યાજ સાથેના નાણાં તેમજ મુડી પરત નહીં કરી 07 જેટલા લેભાગુ તત્વોએ બ્રાન્ચ બંધ કરી નાસી જતાં પંથકમાં ચકચાર મચી છે. આ મામલે 07 ઈસમો વિરૂધ્ધ વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાંતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.

 

દાહોદ શહેરના મધ્યમાં આવેલ ઠક્કર બાપા ચોક ફાયર બ્રિગેડની સામે સત્યમ કોમ્પલેક્ષમાં સમૃધ્ધ જીવન ફુડસ ઈન્ડિયા લીમીટેડ તથા સમૃધ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પસ કો.ઓ. સોસાયટી નામની કંપનીની બ્રાંન્ચ કાર્યરત હતી, ત્યારે તારીખ 11/20/2011 થી તારીખ 24/12/2016ના સમયગાળા દરમિયાન આ બ્રાંન્ચ દ્વારા દાહોદ શહેર તેમજ તાલુકાના આસપાસના લોકોને અલગ-અલગ સ્કીમોમાં વાર્ષિક 16 ટકા વ્યાજ આપવાની લાલચ આપી કુલ 102 ખાતેદારો પાસેથી નાણાં રોકાણ કરાવ્યાં હતાં. કુલ 102 ખાતેદારોના મળી કુલ રૂા.29,24,310/- જેટલી રકમ ખાતેદારો પાસેથી લઈ બચતમાં ભરાવડાવી અને પાકતી મુદતે પરત નહીંઆપા દાહાદ ખાતના આ બ્રાન્ચના ઓફિસ બધ કરા આ બ્રાંન્ચનું સંચાલન કરનાર મહેશ કિશન મોતેવાર, લીનાબેન મહેશ મોતેવાર, સુનિતાબેન કિરણ થોરાટ, મહેન્દ્ર વસંત ગડે, રજની ઠાકોર, પ્રસાદ કિશોર પારસ્વાર (રહે. પુના અને મહારાષ્ટ્ર) તેમજ દાહોદ શહેરના ગોવિંદનગર ખાતે રહેતાં સંજય નરેશ ચોપડા આ સાતેય ઈસમો બ્રાંન્ચ બંધ કરી નાસી ગયાં હતાં.જેતે સમયે ખાતેદારોને ઉપરોક્ત ઈસમો સુરત કોર્ટમાં મળ્યાં હતાં તે સમયે રોકાણ કરેલ નાણાં વ્યાજ સહિત પરત આપી દઈશું હોવાનું જણાવ્યું હતું પરંતુ આજદિન સુધી પોતે રોકાણ કરેલ નાણાં તેમજ મુડી વ્યાજ સહિત ચુકતે ન કરતાં ખાતેદારોને પોતાની સાથે છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત થયો હોવાનું માલુમ પડતાં આ સંબંધે દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે મેડા ફળિયામાં રહેતાં અને જેઓ પણ બ્રાંન્ચમાં નાણાં રોક્યા હતાં તે દિતાભાઈ પ્રતાપભાઈ મકવાણાએ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!