Friday, 04/10/2024
Dark Mode

દાહોદમાં છ માસ અગાઉ બનેલા સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસને મળી સફળતા. દે.બારિયામાં પેટ્રોલપમ્પની ડીલરશીપ અપાવવાની લાલચ આપી એક વ્યક્તિ પાસેથી ₹55 લાખ રૂપિયા પડાવનાર ગેંગનો સભ્ય ઉત્તર પ્રદેશથી ઝડપાયો ,

September 13, 2024
        1107
દાહોદમાં છ માસ અગાઉ બનેલા સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસને મળી સફળતા.  દે.બારિયામાં પેટ્રોલપમ્પની ડીલરશીપ અપાવવાની લાલચ આપી એક વ્યક્તિ પાસેથી ₹55 લાખ રૂપિયા પડાવનાર ગેંગનો સભ્ય ઉત્તર પ્રદેશથી ઝડપાયો ,

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં છ માસ અગાઉ બનેલા સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસને મળી સફળતા.

દે.બારિયામાં પેટ્રોલપમ્પની ડીલરશીપ અપાવવાની લાલચ આપી એક વ્યક્તિ પાસેથી ₹55 લાખ રૂપિયા પડાવનાર ગેંગનો સભ્ય ઉત્તર પ્રદેશથી ઝડપાયો ,

દાહોદ તા. 13

દાહોદમાં છ મહિના અગાઉ એક વ્યક્તિને ઠગ ટોળકીએ પેટ્રોલ પંપની ડીલરશીપ આપવા માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમ નામનો બોગસ પેજ બનાવી ઉપરોક્ત વ્યક્તિ પાસેથી જુદા જુદા ફી ના નામે અધધ.. 55 લાખ ઉપરાંતની રકમ જુદા જુદા ભાગોમાં સેરવી લીધા હતા.જે બાદ ઠગાઈ નો ભોગ બનનાર વ્યક્તિએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છ મહિનાની તપાસ બાદ એક ઠગને ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેથી ઝડપી લેવામાં સફળતા સાપડી છે. જોકે પોલીસના જણાવ્યા અનુસાર આ તો ફક્ત એક નાની માછલી છે. આ કેસમાં આગળ જતા આખું રેકટ ચલાવનાર ભેજાબાજોને જેલ ભેગા કરીશું તેવું જણાવ્યું હતું.

 આજના ડિજિટલ યુગમાં એક તરફ લોકોની સુવિધા વધારવા બેન્કિંગ ક્ષેત્ર ઓનલાઈન તરફ વળી રહ્યું છે. પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ ઓનલાઇનના જમાનામાં સાયબર ક્રાઇમના કેસોમાં પણ શોપિંગ વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સાયબર ક્રાઇમ આચારનાના ઠગો મહાનગરો તેમજ શહેરી વિસ્તારમાં શિકારની શોધ કરી સેકડો હજારો કિલોમીટર દૂર સાયબર ક્રાઇમના ગુનાને અંજામ આપતાં જોવા મળ્યા છે. પરંતુ હવે આ દૂષણ આદિવાસી બહુબલી ધરાવતા દાહોદ જિલ્લાના ખોબલા જેવા દેવગઢબારિયા જેવા નગરમાં પણ પ્રવેશી ચક્યું છે. તેઓ જ એક બનાવ થોડા દિવસ પહેલા બનવા પામ્યો હતો જેમાં દેવગઢબારિયા નગરના એક નામાંકિત વ્યક્તિને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ માં પેટ્રોલ પંપ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ દરમિયાન ઠગ ટોળકીયે કોઈક રીતે ઉપરોક્ત વ્યક્તિની માહિતી મેળવી ગત તારીખ 08.12.2023 ના રોજ હિન્દુસ્તાન પેટ્રોલિયમના નકલી પેજ મારફતે દેવગઢ બારીયાના આ વ્યક્તિનો સંપર્ક કરી હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં ડીલરશીપ અપાવવાની લાલચ આપી તેની પાસેથી સમયાંતરે કાયદેસર ડીલરશીપ માટે ફોર્મ ભરાવ્યું, અલગ અલગ પ્રોસેસથી જેમાં રજીસ્ટ્રેશન, ફ્રી પ્રોફાઈલ બનાવવાની ફી, ડોક્યુમેન્ટની તથા સર્વે કરવાની ફી, લાયસન્સ ફી,સિક્યુરિટી ડિપોઝિટ, સીએનસી ગેસ ડિસ્પેન્સર ફી, પેટ્રોલ ડીઝલના સ્ટોક માટે, પેટ્રોલ ડીઝલ અને સીએનસી ટેસ્ટીંગ ડિસ્પેન્સર, ટેન્કર ટેસ્ટિંગ તેમજ એનઓસી સર્ટિફિકેટ ના બહાને ઉપરોક્ત ઠગ ટોળકી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના બનાવટી સહી સિક્કા તેમજ તમામ લેટર, એનઓસી લાઇસન્સ, તેમજ હિન્દુસ્તાન પેટ્રોલિયમના નામના whatsapp તથા gmail ઉપર મેસેજ મોકલ્યા હતા.એટલું જ નહીં ભોગ બનનાર વ્યક્તિને શક ન પડે તે માટે પેટ્રોલ પંપ ફાળવવા માટે જમીન તેમજ સર્વે કરવા માટે વિઝિટ ટીમ પણ મોકલી હતી. ઉપરોક્ત ઠગ ટોળકીએ સામેવાળા વ્યક્તિ પાસેથી 55 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધી હતી જે બાદ ભોગ બનનારે તારીખ 15 માર્ચ 2023 ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જે બાદ સાયબર ક્રાઇમ એક્સપર્ટ દાહોદ એક્સપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં સાયબર ની ટીમે ઠગ ટોળકીના એક સભ્ય જે ઉપરોક્ત વેપારીના કોન્ટેકમાં હતો. જે પૈસાની લેવડ દેવડમાં હતો. તેણે ઉત્તર પ્રદેશના લખનૌથી ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે.

 *સાયબર ક્રાઇમના આરોપીને ઝડપવા પોલીસની ટીમના નેપાળ બોર્ડર,બિહાર ઉત્તરપ્રદેશમાં 12 દિવસ ધામા નાખ્યા.*

 સાયબર ક્રાઇમ ના કેસમાં પ્રોફેશનલ ડીવાયએસપી કંસારા,પી.આઇ દિગ્વિજયસિંહ પઢિયાર, પીએસઆઇ પરમાર સહિતની ચાર લોકોની ટીમોએ છ મહિના સુધી તલસ્પર્શી તપાસ કરી અંદાજે 200 જેટલા મોબાઈલને ચેક કરી આરોપીની તલાશમાં દાહોદ થી સેકડો કિલોમીટર દૂર નેપાલ બોર્ડર પર આવેલું રક્ષોલ ગામ પૂર્વ ચંપારણ બિહાર ખાતે પહોંચી હતી.જ્યાં પહોંચ્યા બાદ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો.જે બાદ પોલીસે ઉપરોક્ત આરોપીનો સાયાની જેમ પીછો કરી ગુંદમ્પા લખનઉ ખાતેથી ઝડપી લેવામાં સફળતા હાંસલ કરી હતી.

 *ટોળકીનો એક સભ્ય પકડાયો છે, આખી ગેંગ ને ઝડપીને જંપીશું :- ડીવાયએસપી જગદીશ ભંડારી.*

 સાયબર ક્રાઇમના આ કેસમાં પોલીસે 12 દિવસ સુધી બીજા રાજ્યમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી, ખૂબ જ કાળજીપૂર્વક આ ઓપરેશનને પાર પાડ્યો છે. જેમાં ઠગ ટોળકીના એક સભ્યને ઝડપી પાડ્યો છે. હજી આ કેસમાં કોઈ રિકવરી થઈ નથી પરંતુ આ કેસમાં ઘણા બધા લોકો સંડોવાયેલા છે આખું રેકેટ છે. આ તો ફક્ત નાની માછલી છે મોટા મગરમચ્છ આવનારા સમયમાં દાહોદ પોલીસ ઝડપી પાડશે અને 100 ટકા રિકવરી પણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!