રાજેશ વસાવે :- દાહોદ
ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર પાનમ નદીના પુલ નજીક ડાયવર્ઝન પર ટ્રક પલટી મારતા વાહન વ્યવહાર ખોરવાયો..
ઇન્દોર થી અમદાવાદ જતા નેશનલ હાઈવે રસ્તા ઉપર સંતરોડ નજીક પાનમ નદીના પુલ ઉપર નો જુનો પુલ બંધ હોવાના લીધે નવા પુલ પર ટ્રક સવારે પલટી મારી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.
દાહોદ તા. ૧૦
ઇન્દોરથી અમદાવાદ જતા નેશનલ હાઈવે સંતરોડ નજીક પાનમ નદીના જુના પુલ હતો તેને ટોલ પ્લાઝા દ્વારા આ જુના પુલ ને બે વર્ષ જેવા થવા આવ્યા તેને બંધ કરી દેવામાં આવતા નવા પુલ પર વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો છે.જ્યારે આ જુના પુલને રીપેરીંગ કરવા માટે બંધ કરવામાં આવ્યો હતો તે પુલ ને ચાલુ નહીં કરાતા વાહન વ્યવહારને મોટી મુશ્કેલી ઉઠાવી પડતી હોય છે જ્યારે ટોલ પ્લાઝા દ્વારા પાનમ નદીના નવા પુલ પરથી વાહન વ્યવહાર વધારે પડતા અવરજવર થતી હોવાના લીધે આ નવા પુલ પર પણ વધારાનો બોજો પડતો હોય છે જ્યારે જો આ જુના પુલ ને ફટાફટ રીપેરીંગ કરીને ચાલુ કરવામાં આવે તો નવો બનાવવામાં આવેલા પુલ પર પણ વાહન વ્યવહાર ઓછો થઈ શકે અને એક્સિડનો થવાનો ભય પણ ઓછો થઈ શકે તેમ છે જ્યારે ગઈકાલે સવારના એક ટ્રક નવા પુલના ખૂણામાં નીકળતી હતી તે સમયે તે ટ્રક પલટી મારી જતા ત્યાંથી નીકળવાનો વાહન વ્યવહાર ખોરવાયો હતો જેના લીધે વાહન વ્યવહારને રોંગ સાઈડ માંથી ચાલુ કરવામાં આવ્યો હતો જે વાહન વ્યવહાર રોંગ સાઈડ ચાલુ કરાતા એક્સિડન્ટ થવાનો પણ ભય રહેતો હતો જ્યારે આ પુલના ખૂણામાં ડ્રાઈવરજન આપેલા છે તે જગ્યા ઉપર મોટા મોટા ખાડા પડી જતા તેને ટોલ પ્લાઝા દ્વારા પુરવામાં નહીં આવતા અવારનવાર આવા એક્સિડન્ટનો પણ થતા રહે છે જેના લીધે વાહનચાલકોને મોટી મુશ્કેલી અને મોટા ખર્ચામાં ભરાવું પડતું હોય છે માટે સરકારી તંત્ર તથા ટોલ પ્લાઝા દ્વારા આ જૂના પુલને ફટાફટ ચાલુ કરવામાં આવે તથા જે રસ્તાઓમાં ખાડા પડેલા છે તેને ફટાફટ પૂરવા મા આવે તેવી વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે