odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદમાં શ્રાવણમાં ઝરમર બાદ ભાદરવો ભરપૂર, પંથકમાં વીતેલા 36 કલાકમાં સાર્વત્રિક વરસાદ..  નદી નાળા તળાવો બીજી વાર છલકાયા, રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા..

Editor Dahod Live
4 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં શ્રાવણમાં ઝરમર બાદ ભાદરવો ભરપૂર, પંથકમાં વીતેલા 36 કલાકમાં સાર્વત્રિક વરસાદ..

નદી નાળા તળાવો બીજી વાર છલકાયા, રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા..

મધ્યપ્રદેશમાં અતિભારે તેમજ દાહોદમાં વરસાદી માહોલમાં વેપાર ધંધા પર માઠી અસર..

દાહોદ તા.10

 

 

દાહોદ જિલ્લામાં ગઈકાલ સવારથી વરસાદી માહોલ જામતા દાહોદ શહેર સહિત જિલ્લાના તાલુકા મથકો પર ભારે વરસાદ વરસતા નદી નાળા છલકાયા હતા. શ્રાવણમાં ઝરમરિયા બાદ ભાદરવો ભરપૂરની કહેવત સાર્થક થઈ હતી. પંથકમાં વીતેલા 36 કલાકમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે બપોર બાદ તડકા સાથે ઉઘાડ નીકળતા શહેરીજનોને રાહત થઈ હતી. અત્રે ઉલ્લેખની છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી મોટાભાગના લોકો ટ્રેનો અને પ્રાઇવેટ વાહનો થકી વેપાર અર્થે તેમ જ ખરીદી અર્થે દાહોદ આવતા હોવાથી દાહોદમાં શહેર પહેલ જોવા મળે છે પરંતુ મધ્યપ્રદેશમાં ઝાબુઆ વિસ્તારમાં અતિભારે વરસાદથી ત્યાંના નદી નાળા છલકાતા કેટલીક જગ્યાએ અવર-જવરના માર્ગો અવરોધીત થયા હતા. તો બીજી તરફ રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેનો પણ આંશિક મોડી પડી હતી.જેને પગલે દાહોદમાં બહારના લોકોની ચહલપહેલ નહીવત જોવા મળતા મધ્યપ્રદેશના ઝાબુઆમાં પડેલા અતિતિભારે વરસાદની અસર દાહોદમાં જોવા મળી હતી.દાહોદમાં વીતેલા 36 કલાકમાં 66 મી.મી, ફતેપુરામાં 22 ઝાલોદમાં 20, લીમખેડામાં 56, ગરબાડામાં 31 દેવગઢબારિયામાં 46, ધાનપુરમાં 50 તેમજ સંજેલીમાં સૌથી વધુ 85 મિલીમીટર વરસાદ વરસ્યો હતો.  

*સ્માર્ટ સિટીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા..*

 દાહોદ જિલ્લામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા શહેરના દર્પણ રોડ વિસ્તારમાં,નગરપાલિકાના શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં,ભરપોડા સર્કલ આગળ તેમજ ચાકલીયા અંડરપાસમાં પાણી ભરાતા શહેરીજનો જેઓ બાળકોને શાળાએ મુકવા જતા હતા તેઓને હાલાકી થવા પામી હતી.

 *મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પંચપીપલીયામાં રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલ વ્યવહાર પ્રભાવિત.*

 મધ્યપ્રદેશના ઝાબુઆમાં અતિભારે વરસાદ વરસતા પંચ પીપળીયા પાસેથી પસાર થતાં દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેના પગલે રેલવેની ટ્રેનોના સંચાલન કરવામાં મુશ્કેલીઓ પડી હતી. જોકે રેલવેના ટ્રેકમેન, પેટ્રોલિંગ કરનાર રેલવે કર્મચારીઓ સહિતની ટીમ રેલવે ટ્રેક પર વરસાદી પાણી કાઢવાની કામગીરીમાં જોતરાયેલી જોવા મળી હતી. જોકે આ દરમિયાન ટ્રેનોની અવરજવર ઘીમી પડતા ટ્રેનો નિયત સમય કરતાં મોડી પડી હતી.

*સિંગવડ નજીક કબૂતરી નદીના પુલ પર પાણી ભરાયા,વાહનચાલકો જોખમીરીતે પસાર કરતો રસ્તો.*

સીંગવડ પંથકમાં ગઈકાલથી પડી રહેલા વરસાદથી વીતેલા 36 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા રણધિકપૂર પાસેથી પસાર થતી કબૂતરી નદીના પુલ ઉપરથી નદીના પાણી વહેતા થયાં હતા.જોકે પુલ ઉપરથી પાણીનો પ્રવાહ ચાલતો હોવા છતાંય કેટલાક વાહનચાલકો જોખમી રીતે નદીનો પુલ પસાર કરી રહ્યા હતા.

*કેદારનાથ કાળીડેમ મંદિર ખાતે ચટ્ટાનોમાંથી ધોધ સ્વરૂપે પાણી વહેતા નરનમ્ય દ્રશ્યો સર્જાયા..*

 દાહોદ શહેર થી આઠ કિલોમીટર દૂર આવેલા તેમજ અતિ પ્રાચીન ગણાતા કેદારનાથ કાલીડેમ મંદિર શેષનાગના ફેણ આકારમાં ચટ્ટાનો ની અંદર આવેલો હોવાથી ચોમાસાની ઋતુમાં અહીંયા પ્રકૃતિ સોળે કળાએ ખીલતા અહલાદક દ્રષ્યો સર્જાય છે. ગઈકાલથી જ દાહોદમાં પડી રહેલા વરસાદથી કાલીડેમ મંદિર પરિસરમાં ચટ્ટાનોમાંથી ધોધ સ્વરૂપે વરસાદી પાણી વરસતા અહીંયા દર્શનાર્થી આવતા લોકોને નરનમ્ય નજારો જોવા મળ્યો હતો.

*ભારે વરસાદના પગલે દેપાડા નજીક પાણી ભરાતા દાહોદ રાજસ્થાન નેશનલ હાઈવે પ્રભાવિત..*

 દાહોદ જિલ્લામાં ગઈકાલથી જ વરસાદી માહોલ જામતા ભાદરવો ભરપૂર જોવા મળી રહ્યો છે જેના પગલે ઝાલોદ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતા દાહોદ- બાસવાડા રાજસ્થાનને જોડતા નેશનલ હાઇવે ઉપર ઝાલોદ નજીક દેપાડા ગામે રોડ નિશાળ વાળો હોવાથી વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન ચાલકો અને નજીકના રાહદારીઓને હાલાકી પડી હતી. જોકે કરોડોના ખર્ચે બનાવેલ નેશનલ હાઇવેમાં ઠેર ઠેર ખાડા અને વરસાદી પાણી ભરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre