બાબુ સોલંકી :- સુખસર
*સંતરામપુરના મોટા શરણૈયાની 35 વર્ષીય પરણીતાએ ફતેપુરા તાલુકાના આમલીખેડા ગામે પિયરમાં આવી ગળે ફાંસો ખાઈ મોત વહાલું કરતા ચકચાર*
*ત્રણ સંતાનોની માતા કોઈક કારણોસર આમલીખેડા ગામે છેલ્લા 20 દિવસથી પિયરમાં આવી બેઠેલી હતી*
*બે દિવસ પહેલા પરણીતાનો પતિ સાસરીમાં આવી પત્નીને છૂટાછેડા આપવાનું જણાવી જતો રહેતા મનમાં લાગી આવતા મોત વ્હાલું કર્યું હોવાની થતી ચર્ચા*
સુખસર,તા.8
ફતેપુરા તાલુકાના આમલીખેડા નિશાળ ફળિયાની યુવતીના લગ્ન ગત સોળ વર્ષ અગાઉ સંતરામપુર તાલુકાના મોટા શરણૈયા ગામે કરવામાં આવેલા હતા.જેઓને સંતાનમાં ત્રણ બાળકો છે.પરંતુ કોઈક કારણોસર છેલ્લા 20 દિવસથી પિયરમાં આવેલ 35 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોત વહાલું કરતા ગામમાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આમલીખેડા ગામના નિશાળ ફળિયામાં રહેતા પારસીગ ભાઈ વેલજીભાઈ મહિડાની પુત્રી મનીષાબેનના વર્ષ 2016 માં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટા શરણૈયાના મનોજભાઈ નવલભાઇ ડામોર સાથે સમાજના રિવાજ મુજબ લગ્ન કરવામાં આવેલ હતા.જેઓને હાલ સંતાનમાં ત્રણ બાળકો છે.જ્યારે કોઈક કારણોસર મનિષાબેન છેલ્લા વીસેક દિવસથી ફતેપુરા તાલુકાના આમલી ખેડા ગામે પિયરમાં આવી બેઠેલા હતા. જ્યારે શનિવારના રોજ ઘરના સભ્યો ખેતરમાં ગયેલ હતા.તેવા સમયે ઘરે મનિષાબેન તથા તેની નાની બહેન નયનાબેન ઘરે હતા.ત્યારે બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં મનિષાબેને નયનાબેનને જણાવેલ કે હું,આવું છું આ નાની બાળકી ને તારા પાસે રાખ તેમ કહી ઘરેથી નીકળેલ.ત્યારબાદ સમય થવા છતાં મનિષાબેન પરત ઘરે નહીં આવતા અને નાની બાળકી રડવા લાગતા નયનાબેને બૂમ મારવા છતાં મનિષાબેન આવેલ નહીં.ત્યારે નયનાબેન તેમના જૂના ઘર બાજુ જોવા જતા જૂના ઘરનો દરવાજો બંધ નજરે પડતાં દરવાજો ખોલી અંદર જોયેલ તો મનિષાબેન ઢાળિયાની વળી સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લટકતી જોવા મળતા નયનાબેને બુમાબૂમ કરેલ.જેથી આસપાસ માંથી લોકો દોડી આવેલા તેમજ ખેતરમાં ગયેલ મનીષાબેનના ભાઈ ભાભી પણ દોડી આવ્યા હતા.અને મનીષાબેન ઓઢણી વડે ગળેફાંસો ખાધો હતો તે ઓઢણીને દાતરડા વડે કાપી નીચે ઉતારતા મનિષાબેનને બોલાવતા બોલી શકેલ નહીં.અને મરણ ગયેલ હોવાનુ જણાઇ આવેલ.જોકે મૃતક મનીષાનો પતિ બે દિવસ અગાઉ સાસરીમાં આમલીખેડા ગામે આવી”તને મારે બોલાવી જવી નથી અને છૂટાછેડા આપવા છે”તેમ જણાવી જતો રહેતા મનમાં લાગી આવતા મનીષા બેને ગળે ફાંસો ખાધો હોવાની ચર્ચા પિયરીયા ઓમાં થતી હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે.
ઉપરોક્ત બાબતે મૃદુતક મનીષાબેન ના ભાઈ મહેન્દ્રભાઈ મહિડાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ કરી લાશને સુખસર સરકારી દવાખાનામાં મોકલી પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.