Friday, 04/10/2024
Dark Mode

*ફતેપુરા તાલુકાના મોટાનટવા જાંબુડી ગામે ધાર્મિકતાની સાથે શૈક્ષણિક બાબતને ધ્યાને રાખી માટી માંથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવી*

September 8, 2024
        5183
*ફતેપુરા તાલુકાના મોટાનટવા જાંબુડી ગામે ધાર્મિકતાની સાથે શૈક્ષણિક બાબતને ધ્યાને રાખી માટી માંથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવી*

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાના મોટાનટવા જાંબુડી ગામે ધાર્મિકતાની સાથે શૈક્ષણિક બાબતને ધ્યાને રાખી માટી માંથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવી*

સુખસર,તા.8

‌‌ ફતેપુરા તાલુકાના મોટાનટવા જાંબુડી ગામે ગામના લોકોએ ગણેશ ચતુર્થી નિમિત્તે તૈયાર મૂર્તિ લાવવાના બદલે ખેતરની માટીમાંથી સ્થાનિકોએ ભેગા મળીને મૂર્તિ બનાવીને સ્થાપના કરવામાં આવી હતી.માટીમાંથી મૂર્તિ બનાવવાથી પર્યાવરણને નુકસાન થતું નથી.કારણ કે તૈયાર મૂર્તિ વિસર્જન કરતી વખતે મૂર્તિ પાણીમાં ઓગળતી નથી અને ખંડિત થાય છે.જેથી દેવી-દેવતાનું અપમાન થાય છે.સાથે કલરમાં કેમિકલ હોવાથી કેમિકલના કારણે કેટલાય જળચર જીવો મરી જાય છે.જેનાથી જીવ હત્યાનું પાપ લાગે છે.અને ખર્ચ પણ વધુ થાય છે. પરંતુ જો માટીમાંથી મૂર્તિ બનાવવામાં આવે તો પાણીમાં ઓગળી જાય છે. અને મૂર્તિ માટી માંથી બનાવવાથી ધાર્મિકતાની સાથે સાથે કેટલીક શૈક્ષણિક બાબતોનો વિકાસ પણ થાય છે.

દરેક વ્યક્તિ અથવા બાળકને પોતાનામાં રહેલી કળાને ઓળખી શકે છે.ભગવાને દરેક વ્યક્તિમાં એક વિશિષ્ટ કળાની ભેટ આપી હોય છે. આ કળાને ઓળખીને વ્યક્તિ અથવા બાળક એ દિશામાં આગળ વધે તો તે જરૂર સફળ થાય છે.હસ્તકલા,કલર મેચિંગ કરવાની કળા,ચિત્ર દોરવાની કળા,અવલોકન કરવાની કળા, માર્ગદર્શન આપવાની કળા જેવી કળાનો વિકાસ થાય છે.સાથે સાથે તેઓમાં સમૂહ ભાવના,સંગઠન નિર્ણય શક્તિ જેવા ગુણોનો પણ વિકાસ થાય છે.જેથી તમામ ભક્તોને દરેક મંડળ દ્વારા તૈયાર મૂર્તિ લાવવાના બદલે માટીમાંથી મૂર્તિ બનાવીને ધાર્મિકતાની સાથે તેને શિક્ષણ સાથે જોડી બાળકોમાં રહેલી શક્તિને ઓળખીને તેને યોગ્ય સ્ટેજ અપાવવા શંકરભાઈ કટારા એ જણાવ્યું હતું.સાથે સાથે ગણપતિ દાદામાં રહેલા ગુણો અને કાર્યોની ચર્ચા કરવાથી બાળકોમાં એકાદ સારા ગુણ સિંચન થશે.જેનાથી બાળકો સંસ્કારી બનશે જેવી માહિતી આપવામાં આવી હતી.આ રીતે ગણપતિ દાદાની અલગ રીતે મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!