રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના પરેલમાં મકાનની દિવાલમાં બાકોરું પાડી તસ્કરોનો હાથફેરો..
ઘરમાંથી ટીવી,પાણીની મોટર સહિતનો મુદ્દામાલ ઉઠાવી ગયા..
દાહોદ તા. 06
દાહોદ શહેરના પરેલ વિસ્તાર ખાતે અજાણ્યા તસ્કરોએ દિવાલમાં બાકોરૂ પાડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાંથી એલઈડી ટીવી, પેનડ્રાઈવ, પાણીની મોટર વિગેરે સર સામાન મળી કુલ રૂા.24,854/-ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.
દાહોદ શહેરમા સમયાંતરે ચોરીની ઘટનાઓ બનતી જ હોય છે. પોલીસનુ સતત પેટ્રોલિંગ છતા ચોરીની ઘટનાઓ અવાર નવાર બનતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થતા હોય છે, ત્યારે ચોરીની વધુ એક ઘટના દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં હિન્દુ ખડ્ડા કોલોની ખાતે રહેતાં ગૌરવકુમાર ઉમેશભાઈ ઠાકોરના ઘરે બનવા પામી હતી, રાત્રીના અંધકારમા તસ્કરોએ ઘરના પાછળના ભાગના કોટયાર્ડની અંદરના લાકડાના દરવાજાના પાટીયા ખોલી બાકોરૂ પાડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં મુકી રાખેલ એલઈડી ટીવી, પેનડ્રાઈવ, પાણીની મોટર તેમજ ઈયર બડ્સ વિગેરે મળી કુલ રૂા. 24,854/-ની કિંમતની માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર ગયાં હતાં. આ સંબંધે ગૌરવકુમાર ઉમેશભાઈ ઠાકોરે દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.