સિંગવડમાં આગામી તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ યોજાયું.
સીંગવડ તા. ૬
સિંગવડ તાલુકાના રણધીપુર પોલીસ સ્ટેશનમાં નવા પીઆઇ તરીકે એન.કે.ચૌધરી ની નિમણૂક થતા આગામી તહેવારો ને અનુલક્ષીને સિંગવડ નગરમાં નાઈટ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રણધીપુર પોલીસ સ્ટેશનના નવા પીઆઇ તરીકે નિમણૂક થતા એન કે ચૌધરી દ્વારા સીંગવડ નગરમાં આગામી ગણેશ ચતુર્થી તથા ઈદે મિલાદ આવતું હોય તેના અનુલક્ષીને સિંગવડ નગરમાં રાત્રિ ફ્રુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે સાથે રણધીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જીબી રાઠવા દ્વારા પણ પોલીસ સ્ટાફ સાથે દિવસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધોવામાં આવ્યું હતું જ્યારે કોઈ અનિચ્છનીય બનાવનાર ન બને તહેવારોમાં તેને અનુલક્ષીને પીઆઈ તથા પીએસઆઇ દ્વારા નગરજનોને તથા ભક્તજનોને શાંતિ રીતે ઉજવવા માટે જણાવાયું હતું.