Friday, 04/10/2024
Dark Mode

દારૂની હેરાફેરી કરતા બુટલેગરો બન્યા સક્રિય… દાહોદ પોલીસે ત્રણ અલગ અલગ જગ્યાએ રેડ કરી, રૂા.1,40,500/-નો વિદેશી દારૂ ઝડપી લીધો,1 શખ્સની ધરપકડ, 4 શખ્સો ફરાર…

September 6, 2024
        1043
દારૂની હેરાફેરી કરતા બુટલેગરો બન્યા સક્રિય…  દાહોદ પોલીસે ત્રણ અલગ અલગ જગ્યાએ રેડ કરી, રૂા.1,40,500/-નો વિદેશી દારૂ ઝડપી લીધો,1 શખ્સની ધરપકડ, 4 શખ્સો ફરાર…

રાજેશ વસાવે :- દાહોદ 

દારૂની હેરાફેરી કરતા બુટલેગરો બન્યા સક્રિય…

દાહોદ પોલીસે ત્રણ અલગ અલગ જગ્યાએ રેડ કરી, રૂા.1,40,500/-નો વિદેશી દારૂ ઝડપી લીધો,1 શખ્સની ધરપકડ, 4 શખ્સો ફરાર…

દાહોદ તા. 06

દાહોદ જિલ્લામાં પ્રોહીના ત્રણ અલગ અલગ બનાવોમાં પોલીસે કુલ રૂા.1,40,500/-ના વિદેશી દારુના જથ્થા સાથે 2 વાહનો સાથે 05 ઈસમો પૈકી પોલીસે 01 ઈસમને પકડી પાડ્યો હતો. જ્યારે 04 ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયાં હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર પ્રોહીબીશનનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆના દેગાવાડા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.05મી સપ્ટેમ્બરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે દેગાવાડા ગામે ચોકડી ફળિયામાં રહેતાં બાબુ લટુ બારીઆના રહેણાંક મકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં પોલીસને જોઈ બાબુભાઈ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો ત્યારે પોલીસે તેના રહેણાંક મકાનમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.223 જેની કુલ કિંમત રૂા.31,690/-નો વિદેશી દારુનો જથ્થો કબજે કરી આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીબીશનનો બીજો બનાવ ધાનપુરના વાખસીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.05મી સપ્ટેમ્બરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે વાખસીયા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ બે મોટરસાઈકલ પસાર થતાં પોલીસ સાબદી બની હતી ત્યારે દુરથી પોલીસને જોઈ બંન્ને મોટરસાઈકલના ચાલક લિલેશ કવિત વાખળા (રહે. પીપરગોટા, તા. ધાનપુર, જિ.દાહોદ) અને અન્ય એક મોટરસાઈકલનો ચાલક બંન્ને મોટરસાઈકલ ચાલકો પોલીસને ચકમો આપી પોતાના કબજાની બંન્ને મોટરસાઈકલો સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે મોટરસાઈકલ પાસે જઈ તલાસી હાથ ધરતાં મોટરસાઈકલ પાસેથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.249 કિંમત રૂા.37,770/-ના વિદેશી દારૂ ના જથ્થા સાથે બંન્ને મોટરસાઈકલોની કિમત મળી પોલીસે કુલ રૂા.1,27,770/- નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે ધાનપુર પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીબીશનનો ત્રીજો બનાવ ગરબાડાના બોરીયાલા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.05મી સપ્ટેમ્બરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ગોરીયાળા ગામે ચોકડી પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં જ્યાંથી બાતમીમાં દર્શાવેલ એક છકડો પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને છકડો નજીક આવતાં સાથે પોલીસે છકડાના ચાલત માનસિંહ બદીયા ઉર્ફે બદુભાઈ ભાભોર (રહે.ગાંગરડા, હોળી ફળિયા, તા.ગરબાડા, જિ.દાહોદ) નાની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે છકડાની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.480 કિંમત રૂા.71040/-ના પ્રોહી જથ્થા સાથે છકડાની કિંમત મળી પોલીસે કુલ રૂા.1,24,440/-નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ છકડાના ચાલકની પુછપરછ કરતાં આ પ્રોહી જથ્થો કાળીયા ઉર્ફે કાળુ બચુ મંડોડ (રહે. ગુલબાર, તા. ગરબાડા, જિ.દાહોદ) નાએ ભરી આપ્યો હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરતાં આ સંબંધે ગરબાડા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!