Friday, 29/03/2024
Dark Mode

દાહોદમાં મોટરસાયકલ પર 51 હજાર રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો લઈ જતા દંપતી ઝડપાયા..

December 15, 2021
        862
દાહોદમાં મોટરસાયકલ પર 51 હજાર રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો લઈ જતા દંપતી ઝડપાયા..

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદમાં મોટરસાયકલ પર 51 હજાર રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો લઈ જતા દંપતી ઝડપાયા..

દાહોદ તા.૧૫

દાહોદ શહેરના ઠક્કર ફળિયા ખાતે એક દંપતિ પોતાના કબજાની મોટરસાઈકલ પર વિદેશી દારૂ ભરી હેરાફેરી કરતો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે દંપતિ પાસેથી રૂા. ૫૧,૦૬ના વિદેશી દારૂના જથ્થા સાથે મોટરસાઈકલ સાથે ઝડપી પાડી દંપતિની અટકાયત કરી કુલ ચાર ઈસમો વિરૂધ્ધ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 ગત તા.૧૪મી ડિસેમ્બરના રોજ નીતીનભાઈ અમરસીંગભાઈ સાંસી અને તેની પત્નિ મહિમા નીતીનભાઈ સાંસી (બંન્ને રહે. દાહોદ સીંગલ ફળિયા, તા.જિ.દાહોદ) નાઓ પોતાના કબજાની એક મોટરસાઈકલ પર વિદેશી દારૂનો જથ્થો ભરી દાહોદ શહેરના ઠક્કર ફળિયા વિસ્તાર ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં. આ અંગેની બાતમી દાહોદ શહેર પોલીસને થતાં પોલીસે ઉપરોક્ત દંપતિને મોટરસાઈકલ સાથે ઝડપી પાડી તેઓની પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ. ૧૧૧ કિંમત રૂા. ૫૧,૦૬૦ના પ્રોહી જથ્થા સાથે ઝડપી પાડ્યાં હતાં. દંપતિની પોલીસે પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના ગોવાળી પતરા ગામે રહેતાં પીદીયાભાઈ રત્નાભાઈ સંગાડીયા પાસે લાવવામાં આવ્યો હતો અને દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ખાતે રહેતો અજય ઉર્ફે ગડ્ડી માખણભાઈ સાંસીને આપવા માટે જતાં હોવાનું જાણવ્યું હતું.

 દાહોદ શહેર પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

——————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!