રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.
ગરબાડા તા. ૫
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિએ દર વર્ષે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તથા શિક્ષક દિવસની ઉજવણીનો હેતુ દેશના તમામ શિક્ષકોના યોગદાનનું સન્માન કરવાનો અને તમાનો આભાર માનવાનો છે.
ત્યારે આજરોજ તારીખ.05/09/2024 ના રોજ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ જયંતી નિમિત્તિ ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં આજરોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ.6 થી 8 ની વિદ્યાર્થીનીઓએ તમામ વિષયો લઇ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. શિક્ષકની ભૂમિકા ભજવતા શાળાની વિદ્યાર્થીનીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનુ આયોજન શાળાની શિક્ષિકા બહેનો ગાયત્રીબેન તથા કલ્પનાબેન દ્વારા કરવામાં આવ્યુ હતુ.