દેવગઢ બારીયાના પીપલોદ ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી..
દાહોદ તા. 04
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.71,000/-ની મત્તાની ચોરી કરી તસ્કરો અંધારાનો લાભ લઈ નાસી જતાં વિસ્તારમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો.
દેવગઢ બારીઆના પીપલોદ ગામે નવી મસ્જીદ સામે દાહોદ ગોધરા રોડ બારીયા ત્રણ રસ્તા નજીક રહેતાં મનુભાઈ દેવચંદ માળીના બંધ મકાનમાં તસ્કરોએ રાત્રીના સમયે પ્રવેશ કર્યો હતો અને મકાનના બીજા માળે દરવાજાને મારેલ નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં મુકી રાખેલ લોકર તોડી અંદર મુકી રાખેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.71,000/-ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે મનુભાઈ દેવચંદભાઈ માળીએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.