*ઝાલોદ તાલુકાના કાળીમહુડી આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણ*
દાહોદ તા. ૪
ઝાલોદ તાલુકાના રૂપાખેડા સેજામાં આવેલ કાળીમહુડી આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણ.
આ આકસ્મિક મુલાકાતમાં આંગણવાડી કાર્યકર/તેડાગર હાજર હતા. કાળીમહુડી આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી જેમાં પોષણ ટ્રેકર મુજબ લાભાર્થી છે કે નથી તે ચેક કરવામાં આવ્યું બાળકો ને થીમ પ્રમાણે કાર્યકર દ્વારા પ્રવુતિ કરવામાં આવી. મેનુ મુજબ બાળકોને સવારનો નાસ્તો દૂધ સંજીવની યોજના અંતર્ગત આપવામાં આવ્યું. બપોરનો નાસ્તો બાળકો માટે અને પોષણ સુધાનું જમવાનું આપવામાં આવ્યું. અને નાના નાના ભૂલકાઓને પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વારા બાળકોને પગરખાં વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ આંગણવાડી કેન્દ્રની ચકાસણી કરવામાં આવી. જેમાં આવેલ (એચ.સી.એમ સ્ટોક, THR સ્ટોક) ની ચકાસણી કરવામાં આવી. બાળકો દ્વારા કરવામાં આવેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણની ચકાસણી કરવામાં આવી.
૦૦૦