Monday, 09/09/2024
Dark Mode

*બોરખેડા ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને પોષણ અભિયાન અંતર્ગત ઉજવણી કરાઈ*

September 3, 2024
        411
*બોરખેડા ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને પોષણ અભિયાન અંતર્ગત ઉજવણી કરાઈ*

રાજેશ વસાવે :- દાહોદ 

*બોરખેડા ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને પોષણ અભિયાન અંતર્ગત ઉજવણી કરાઈ*

દાહોદ તા. ૩

*બોરખેડા ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને પોષણ અભિયાન અંતર્ગત ઉજવણી કરાઈ*

દાહોદમાં માસના પ્રથમ મંગળવારના દિવસે આઇસીડીએસ અને હેલ્લો ડોક્ટર ટીમ દ્વારા સંકલનમાં રહી બોરખેડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ‘’ ૭ માં પોષણ માસ ‘’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દર મહિનાનો પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ દિન તરીકે ઉજવવામાં આવે છે. જેમાં સગર્ભા માતાઓની ગોદભરાઈ ની ઉજવણી કરવામાં આવે છે તથા એનિમિયા નિયંત્રણ, ઝાડા નિયંત્રણ, સ્વચ્છતા, પોષણક્ષમ આહાર, વોશની પધ્ધતિ જેવા વિષયો ઉપર આઇ.ઇ.સી મટીરીયલના ઉપયોગ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

*બોરખેડા ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને પોષણ અભિયાન અંતર્ગત ઉજવણી કરાઈ*

પોષણ માહની ઉજવણી થકી પોષણલક્ષી યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ બહોળા જનસમુદાય સુધી પહોંચાડવાની એક વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે. દાહોદ જિલ્લાના દાહોદ ઘટક-૨ ના બોરખેડા ગામમાં પોષણ માસ અંતર્ગત જિલ્લા પ્રોગ્રામ ઓફિસરસુશ્રી ઇરાબેન ચૌહાણ, ગામના સરપંચસુશ્રી માવી મંજુલાબેન, શાળાના પ્રિન્સિપાલશ્રી બામણ મુકેશભાઈ તેમજ હેલ્લો ડોક્ટરના ડી.સી. રાજેશભાઈ મોહનિયા તથા ટીમ સાથે રહી બોરખેડા ગામમાં પોષણ અભિયાન તેમજ હેલ્લો ડોક્ટર રથને લીલી ઝંડી આપવામાં આવી હતી.

આજથી દરેક ગામમાં આ રથ જન-જાગૃતતા કાર્યકમ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બોરખેડા ગામની પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરસુશ્રી દ્વારા ૧૦૦૦ દિવસના મહત્વ વિશે લાભાર્થીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દાહોદ ઘટક-૨ ના ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. સુશ્રી નીલમબેન ભાભોર દ્વારા સુપોષણ સંવાદની ઉજવણી પોષણ ટોકરી આપી તેમજ સુપોષણ સંવાદના મહત્વ વિશે સગર્ભા ધાત્રી બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ હેલ્લો ડોક્ટર ટીમ દ્વારા બાળક તંદુરસ્ત રાખવા માટે યોગ્ય નાટક રજૂ કરીને લાભાર્થી તેમજ ગ્રામજનોને નાટક દ્વારા માહિતી આપવામાં આવી હતી. આમ, આ પ્રોગ્રામમાં આઇ.સી.ડી.એસ. સ્ટાફ, મુખ્ય સેવિકા, NNM, આંગણવાડી કાર્યકર/તેડાગર, ગામના પંચાયતી રાજના સભ્યો, આરોગ્ય સ્ટાફ આશાવર્કર, ANM તથા સ્થાનિક ગામની શાળાના શિક્ષકો સી.ડી.પી.ઓ. દ્વારા પોષણ અભિયાન તેમજ હેલ્લો ડોક્ટર ટીમ દ્વારા મળીને પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!