રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામા વરસાદી માહોલ જામ્યો:
લીમખેડામા પોણા ચાર ઇંચ અને ફતેપુરામાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો,
નદી નાળા છલકાયા, નિચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા..
દાહોદ તા. 02
દાહોદ જીલ્લામાં ગતરોજ રાત્રીના સમયથી મેઘરાજાએ પુનઃ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં લીમખેડા તાલુકામાં મેઘરાજા મનમુકીને વરસતાં લીમખેડામા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં, તો બીજી તરફ દાહોદ, ઝાલોદ, લીમડી, ફતેપુરા વિગેરે જેવા વિસ્તારોમાં પણ મોડી રાત્રે તેમજ વહેલી સવારથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
દાહોદ જીલ્લામાં મેઘરાજાએ 3-4 દિવસ નો વિરામ લેતાં પુનઃ એકવાર ગરમી તેમજ બફારાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં હતાં. ત્યારે ગતરોજ રાત્રીના સમયે દાહોદ જિલ્લામાં વીજળીના કડાકા, ધડાકા સાથે પુનઃ મેઘરાજાની ધમાકેદાર બેન્ટીંગને પગલે સર્વત્ર પાણી પાણી જોવા મળ્યાં હતાં ત્યારે દાહોદ, લીમખેડા ઝાલોદ, લીમડી, ફતેપુરા, સંજેલી વિગેરે જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં લીમખેડામાં ભારે વરસાદને પગલે તમામ સ્થળો વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે દાહોદ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતાં વાતાવારણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમી તેમજ બફારાથી રાહત મળી હતી. સૌથી વધુ વરસાદ લીમખેડા તાલુકામાં 96 મીમી વરસાદ પડ્યો હતો જ્યારે સૌથી ઓછો વરસાદ 28 મીમી ધાનપુર તાલુકામાં પડ્યો હતો.
*દાહોદ જીલ્લામા 24 કલાક દરમ્યાન વરસેલા વરસાદના આંકડા..*
• ફતેપુરા 86 મીમી
• ઝાલોદ 45 મીમી
• લીમખેડા 96 મીમી
• દાહોદ 58 મીમી
• ગરબાડા 31 મીમી
• દેવગઢ બારીઆ 47 મીમી
• ધાનપુર 28 મીમી
• સંજેલી 37 મીમી
•સીંગવડ 62 મીમી