Monday, 09/09/2024
Dark Mode

*આંગણવાડી તરફથી દર મહિને ઉજવાતા અન્ન વિતરણ દિવસ દરમ્યાન અપાતા વિવિધ પ્રકારના ટેક હોમ રેશન*

September 3, 2024
        414
*આંગણવાડી તરફથી દર મહિને ઉજવાતા અન્ન વિતરણ દિવસ દરમ્યાન અપાતા વિવિધ પ્રકારના ટેક હોમ રેશન*

રાજેશ વસાવે :- દાહોદ 

*આંગણવાડી તરફથી દર મહિને ઉજવાતા અન્ન વિતરણ દિવસ દરમ્યાન અપાતા વિવિધ પ્રકારના ટેક હોમ રેશન*

*નવાગામ આંગણવાડી તરફથી મને દર મહિને બાલ શક્તિના ૭ પેકેટ મળે છે. જેનાથી મારા ૨ વર્ષના બાળકને પુરતુ પોષણ મળી રહે છે, જેના માટે હુ સરકારશ્રીનો ખુબ-ખુબ આભાર માનુ છુ.-લાભાર્થી પદ્માબેન પરમાર*

દાહોદ તા. ૩

*આંગણવાડી તરફથી દર મહિને ઉજવાતા અન્ન વિતરણ દિવસ દરમ્યાન અપાતા વિવિધ પ્રકારના ટેક હોમ રેશન*

દાહોદ જિલ્લામા મોટેભાગે આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, આવા વિસ્તારમા લોકો પોતાનુ ભરણ-પોષણ કરવા સ્થળાંતર કરતા રહે છે, સતત કરવામાં આવતી કામગીરીના કારણે પરિવાર સહિત ઘણી માતાઓ-બહેનોને ખાવા-પીવાનુ પુરતા પોષણ વગરનુ મળતુ હોય છે, જેના કારણે માતાઓ, સગર્ભા બહેનો, દીકરીઓ તેમજ નાના બાળકોને સ્વાસ્થ્ય સંબંધિત અનેકો પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય છે.  

સરકાર દ્વારા આંગણવાડીઓ થકી દર મહિનાના ચોથા મંગળવારને “ અન્ન વિતરણ દિવસ ” તરીકે ઉજવવામાં આવે છે, જેમાં આવી તમામ સગર્ભા બહેનો, માતાઓ, કિશોરીઓ તેમજ બાળકોને પુરક આહાર તરીકે ટેક હોમ રેશન સ્વરુપે બાળશક્તિ, માતૃશક્તિ અને પુર્ણા શક્તિના પેકેટ જુથ વાર નિયત કરેલ પ્રમાણ મુજબ માસિક જથ્થાનુ વિતરણ કરવામા આવે છે. જેમાં ખાસ કરીને ૦ વર્ષથી ૬ વર્ષની ઉંમરના બાળકોમાં પોષણના અભાવના કારણે પાછળથી જે મુશ્કેલી વેઠવી પડતી હોય છે તે ન પડે તેમજ આગળ જતા બાળક તંદુરસ્ત રહે તે માટે આંગણવાડી દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવી રહી છે. 

દાહોદના નવાગામ ભીલવાડા ગામ ખાતે રહેતા પદ્માબેન પરમાર પોતાનો અનુભવ જણાવતા કહે છે કે, મારું બાળક ૨ વર્ષનુ છે, નવાગામ આંગણવાડી તરફથી મને દર મહિને બાલ શક્તિના ૭ પેકેટ મળે છે. જેનાથી મારા ૨ વર્ષના બાળકને પુરતુ પોષણ મળી રહે છે, મારું બાળક એનીમિયા તેમજ કુપોષણથી બચી શક્શે. અમારા જેવા લોકો માટે તેમજ અમારા બાળકો માટે સરકાર ચિંતા કરીને જે રીતે મદદ કરી રહી છે જેના માટે હુ સરકારશ્રીનો ખુબ-ખુબ આભાર માનુ છુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!