મહેન્દ્ર ચારેલ :- સંજેલી
*સમગ્ર દાહોદ જિલ્લામા પડેલા ભારે વરસાદના કારણે થયેલા જાનમાલના નુકસાનની ભરપાઇ કરવા માટે તંત્ર દ્વારા કરવામા આવી રહેલી કામગીરી*
*લગભગ ૨૪ જેટલા પશુઓના થયેલા મૃત્યુ માટે રાજ્ય સરકાર તરફથી ચુકવણી કરાઇ*
સંજેલી તા. ૨
ગુજરાતભરમા વરસેલા અનરાધાર વરસાદના કારણે ઘણાયે માનવ તેમજ પશુ મૃત્યુ થવા પામ્યા છે. અત્યારે વરસાદે લીધેલા વિરામને કારણે વહીવટી તંત્ર એક્શન મોડમા આવીને વરસાદ દ્વારા થયેલા નુકસાનનો તાગ મેળવીને તેનો સર્વે હાથ ધરવામા આવીને નુકસાનના ચુકવણા પણ કરવામા આવી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર પણ નુકસાની માટેની સહાય આપવા માટે સતત કામગીરી કરી રહ્યુ છે.
દાહોદ જિલ્લાની પશુપાલન શાખા દ્વારા સમગ્ર જિલ્લામા મૃત્યુ પામેલ પશુઓ જેવા કે, ગાય – ભેંસ તેમજ બકરા એમ મળીને કુલ ૨૪ જેટલા પશુઓ માટે સહાય ચુકવણા માટેની કામગીરી હાથ ધરવામા આવી રહી છે, જેમા અત્યાર સુધીમા ૨૪ જેટલાં પશુઓ માટેની સરકારશ્રી દ્વારા સહાય ચુકવી દેવામા આવી છે.