લીમખેડા ગરનાળાની બાજુમાં 40 થી વધુ ગેરકાયદેસર દુકાનોમાં ભૂતિયા વીજ કનેક્શન.?
એમજીવીસીએલની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર દુકાનોમાં વીજ કનેક્શન ફાળવી દેવાયા.!!
લીમખેડા તા. ૨
લીમખેડા ગરનાળાની બાજુમાં 40 કરતા વધુ દુકાનોમાં ગેરકાયદેસર વીજળીના કનેક્શનનોમાં એમજીવીસીએલના કર્મચારીની નજર સામે લાઈટો ચાલતી હોવા છતાં તેમના તરફથી કોઈ કાર્યવાહી નાં થતાં નવાઈ પામે તેવું છે..
સામાન્ય ઘર વપરાશ માટે નવીન વીજ કનેક્શન લેવાનાં હોય તો કનેક્શન માગણી કરનાર અરજ દ્વારે ધાબા વાળું મકાનમાં પંચાયત ની આકારણી. મકાન નો દસ્તાવેજ આધાર કાર્ડ વિગેરે અનેક કાગળીયા આપો ત્યારે બાદ કનેક્શન આપવામાં આવતાં હોય છે ત્યારે આ કેબિનો રેલ્વે ની તથા આર એન્ડ બી ની જગ્યા માં ગેરકાયદેસર દબાણ કરી ને લોખંડ ની કેબિનો માં લાઈટ કેવી રીતે? તે બાબત ખુબ જ ગંભીર છે જે ઊચ્ચ કક્ષાના અધિકારી ઓએ ધ્યાન પર લેવી જોઈએ ગરનાળા ની બાજુમાં જ લીંમડી લીમખેડા હાઈવે રોડ પર માર્ગ અને મકાન વિભાગનુ નાળું આવેલું છે જેનાં ઉપર દશ (૧૦) જેટલી દુકાનો વાળા એ બંને બાજુ દબાણ કરતાં રોડની બંને સાઇડ પાણી ભરાઈ જાય છે જેથી રોગચાળો ફાટી નિકળવાની સંભાવના છે આ બાબત ની ફરીયાદો ઊઠતા તંત્ર દ્વારા એકજ દુકાન હટાવવા ની કામગીરી કરી બાકી ની દુકાનો માટે વાહલા દવલાની નીતિ અપનાવી છે ખરેખર દશ જેટલી દુકાનોના દબાણ થી જ પાણી નો નિકાલ થતો નથી અને ખાંડા માં પાણી ભરાઈ રહે છે જેથી રોગચાળો ફાટવાની શક્યતા ઊભી થઈ છે જેથી લીમખેડા તાલુકાના ઉચ્ચ કક્ષાના અધિકારી તથા આર એન્ડ બી ના અધિકારી ઓ કોઈ પણ પક્ષપાત વિના નાળા ની ઉપર તમામ દશ જેટલી દુકાનોના દબાણ દૂર કરી પાણી નિકળવાની કડક કાર્યવાહી કરે તેમ લીમખેડા નગરજનો એ માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે