#DahodLive#
બોગસ NA પ્રકરણ સમયે વિદેશ ફરવા ગયેલો બિલ્ડર હજી પોલીસ પકડથી દૂર..
દાહોદના બહુચર્ચિત બિનખેતી પ્રકરણમાં પ્રતિષ્ઠિત બિલ્ડરે હાઇકોર્ટમાં જામીન વિડ્રો કરતા ચકચાર…
બોગસ NA પ્રકરણમાં આરોપી તરીકે જાહેર થયેલા બિલ્ડરેં કોર્ટમાંચાર્જશીટ મુકાયા બાદ જામીન અરજી મૂકી પણ દાવ ઊંધો પડ્યો.
દાહોદ તા. 28
દાહોદના બહુચર્ચિત નકલી NA ઓર્ડરના કૌભાંડમાં આરોપી તરીકે જેનું નામ ખુલ્યું છે.એવા એક બિલ્ડર કે જેઓ વિદેશ ગયા હોવાનું અને પોલીસ દફતરે નાસતા ફરતા હોવાનું નોંધાયા છે.એવા એક બિલ્ડરે ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ થયા પછી આગોતરા જામીનની અરજી મૂકી હતી.પરંતુ કેટલાક ચોક્કસ કારણોસર બિલ્ડર દ્વારા આગોતરા જામીનની અરજી વિડ્રો કરી દેવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
દાહોદના નકલી અને કૌભાંડમાં દાહોદના એક બિલ્ડર કૂત્બુદ્દીન નુરૂદ્દીન રાવત રહેવાસી ઠક્કર પડ્યા દાહોદનું નામ ખુલવા પામતા પોલીસ એ ડિવિઝનમાં ઇપીકો કલમ 406, 420 ,465, 467, 468,471, 34 તથા 120 B મુજબનું ગુનો નોંધી તેને આરોપી તરીકે દર્શાવ્યો હતો. ચકચાર મચાવી મૂકનારા નકલી NA ઓર્ડરના કૌભાંડમાં આ પ્રતિષ્ઠિત બિલ્ડર નું નામ ખુલતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી.જોકે એ વખતે આ બિલ્ડર વિદેશની સહેલગાહે ગયો હોવાનું ચોર અને ચોંટે ચર્ચાતું હતું. આજ સુધી જે પોલીસ ગિરફતથી દૂર છે અને પોલીસે જેને નાસતો ફરતો જાહેર કર્યો છે તેવા બિલ્ડરે પોતાના વકીલ મારફતે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જોકે પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ થયા પછી આ બહુચર્ચિત બિલ્ડર કે જે કુતબી રાવતના નામથી દાહોદમાં ઓળખાય છે.તેને ગઈકાલે નામદાર હાઇકોર્ટમાં પોતાના માટે આગોતરા જામીનની અરજી મૂકી હતી આ અંગે દાહોદ પોલીસે પણ ગુજરાત હાઇકોર્ટ પહોંચી પોતાનો વાંધો રજૂ કર્યો હતો.લંબાણપૂર્વકની દલીલોને અંતે અચાનક જ કુતબી રાવતે પોતાની આગોતરા જામીન અરજી પરત ખેંચી હતી. જોકે જાણવા મળ્યા મુજબ કોર્ટે આરોપી બિલ્ડરને પ્રથમ પોલીસમાં હાજર થઈ અને પછી અત્રે આવવાનું જણાવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે.આરોપી રાવત અંગે શહેરભરમાં તરેહતરેહની ચર્ચાઓ એ જન્મ લીધો હતો. ત્યારે અત્રેથી દુબઈ અને દુબઈથી અન્ય દેશની નાગરિકતા હંસલ કરી ત્યાં જતો રહ્યો હોવાની વાતે પણ ગામમાં ચર્ચાએ જન્મ લીધો હતો.પરંતુ દાહોદ પોલીસે સમગ્ર બાબતે અંગે કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરતા જ આરોપીના વકીલે આગોતરા અરજી રજૂ કરતા પોલીસ તંત્ર સહિત વહીવટી તંત્ર પણ ચૂકી ઉઠ્યું હતું.અને હાઇકોર્ટમાં પોલીસે પોતાના વાંધા અરજી રજૂ કરી આરોપી સામેના પૂરતા પુરાવાઓ રજૂ કરતા કોર્ટે તેની ગંભીર નોંધ લીધી હોવાનું અને પોતાની તરફેણમાં ચુકાદો નહીં આવે તેવું લાગતા આખરે પ્રતિષ્ઠિત બિલ્ડરે પોતાની જામીન આગોતરા જામીન અરજી પરત ખેંચી હોવાનું જાણમાં આવ્યું છે આગોતરા જામીન અરજી પરત ખેંચ્યા પછી હવે આ બિલ્ડર પોલીસ સમક્ષ હાજર થશે કે લુપાછુપી નો દાવ રમાશે એ આવનાર સમય કહેશે.