રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નેલસુર ગામ ખાતે વરસાદના કારણે મકાનની દિવાલ ધરાશાયી….
સદ નસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી..
ગરબાડા તા. ૨૫
દાહોદ જિલ્લામાં વરસાદે રમઝટ જમાવી છે ત્યારે સતત વરસી રહેલા વરસાદના કારણે કોઝવે તૂટવાના તેમજ જળાશયો અને નદીઓનાં પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ગરબાડા તાલુકાના નેલસુર ગામ ખાતે તળાવ ફળિયામાં રહેતા મેડા ભતુંભાઈ છગનભાઈ નું મકાન ની બપોરના ચાર વાગ્યાના અરસમાં દિવાલ એકા એક ધરાસાઈ થવા પામી હતી. સદનસીબે દીવાલ બહારની સાઈડ ધરાસય થતા કોઈપણ પ્રકારની જાનહાની સર્જાય ન હતી. અકસ્માતની જાણ તલાટી તેમજ સરપંચને કરાતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગળના કાર્યવાહી હાથ ધરી હતી.