
જીગ્નેશ બારીયા:- દાહોદ
દાહોદ નજીક આરોગ્ય કર્મચારીઓને નડયો અકસ્માત: ટેમ્પો ટ્રાવેલ્સ અને આયશર ટેમ્પા વચ્ચે થયો અકસ્માત
નવસારી થી ઉજ્જૈન દશઁન કરવા જતા હતા આરોગ્ય કમઁચારીઓ:દાહોદ થી અમદાવાદ હાઇવે રોડ ઉપર થયો અકસ્માત
3 ડોક્ટર અને 8 આરોગ્ય કમઁચારીઓ થયા ઇજાગ્રસ્ત તમામને હોસ્પિટલ ખસેડાયા
દાહોદ તા.૧૧
દાહોદ તાલુકામાંથી પસાર થઈ રહેલ દાહોદ – અમદાવાદ હાઈવે રોડ ઉપર આજરોજ સવારના સમયે આરોગ્ય કર્મચારીઓને અકસ્માત નડ્યો છે જેમાં ટેમ્પો, ટ્રાવેલ્સ અને આયશ ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાવેલ્સમાં સવાર ૩ ડોક્ટર સહિત ૮ આરોગ્ય કર્મચારીઓને ઈજાઓ પહોંચતાં તમામને સારવાર હેઠળ ખસેડાયાં છે.
આજરોજ સવારના સમયે દાહોદ તાલુકામાં પસાર થતાં દાહોદ – અમદાવાદ હાઈવે ઉપર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પો, ટ્રાવેલ્સ અને આયશર ગાડી વચ્ચે અકસ્માત સર્જાતાં ૩ તબીબ મળી ૮ આરોગ્ય કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી. જાણવા મળ્યાં અનુસાર, આરોગ્ય કર્મચારીઓ નવસારી થી ઉજ્જૈન દર્શન કરવા જતાં હતાં. તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે લોકટોળા પણ સ્થળ પર ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ નજીકની પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
———————