Friday, 11/10/2024
Dark Mode

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે ઝાડ ઉપર વીજળી પડતા મહિલા ઇજાગ્રસ્ત…

August 24, 2024
        3802
ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે ઝાડ ઉપર વીજળી પડતા મહિલા ઇજાગ્રસ્ત…

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે ઝાડ ઉપર વીજળી પડતા મહિલા ઇજાગ્રસ્ત…

ગરબાડા તા. 24

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે ઝાડ ઉપર વીજળી પડતા મહિલા ઇજાગ્રસ્ત...

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે આંબા પર વીજળી પડતાં વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત થતા મહિલાને સારવાર માટે ગરબાડાના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.જોકે હાલ મહિલાને હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ગરબાડા તાલુકા સહિત પંથકમાં આજે ગાજવીજ સાથે વરસાદે મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે ત્યારે વરસાદની સાથે આકસ્મીક આફતો પણ આવતી હોય છે.આજે સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન ધોધમાર વરસાદ સાથે ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે કેનાલ ફળિયામાં આંબા પર વીજળી પડી હતી. તે વેળાએ આંબાની નજીક ઊભી રહેલ વૃદ્ધાને પણ શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી જેને પગલે વૃદ્ધ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે 108 ની મદદથી ગરબાડા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!