રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ એલ.સી.બી પોલીસે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રકમાં મશીનરી ની આડમાં સંતાડેલા વિદેશી દારૂ ઝડપ્યો..
દાહોદ તા. 23
દાહોદ તાલુકાના ભીટોડી ગામેથી પસાર થતાં ઈન્દોર ગોધરા નેશનલ હાઈવે ઉપરથી દાહોદ એલસીબી પોલીસે એક ટ્રકમાંથી મોટા મશીનરીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો કુલ રૂા.૧૭,૬૮,૦૮૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૪૩,૦૭,૦૮૦ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગતરોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદના ભીટોડી ગામેથી પસાર થતાં ઈન્દોર ગોધરા નેશનલ હાઈવે ઉપર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી ત્યારે પોલીસે તેને રોકી ગાડીના ચાલકની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ટ્રકની તલાસી લેતાં તેમાંથી મશીનરીની આડમાં સંતાડી રાખી લઈ જવાતો વિદેશી દારૂની પેટીઓ નંગ.૧૮૨ જેમાં બોટલો નંગ.૬૨૧૬ કિંમત રૂા.૧૭,૬૮,૦૮૦ના પ્રોહી જથ્થો પોલીસે કબજે કરી ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૪૩,૦૭,૦૮૦ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક મોહમદ મુફીદ અસરફ (મુસ્લીમ) (રહે. રાજસ્થાન)ની પોલીસે અટકાયત કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.