Friday, 04/10/2024
Dark Mode

*ધરમપુરનાં બિલપુડી ગામે એક્સપાયરી ડેટ વાળો હલકી ગુણવતાવાળો સામાન વેચતા પાંચ દુકાનદારો પર ગ્રામજનોની જનતારેડ.*

August 22, 2024
        927
*ધરમપુરનાં બિલપુડી ગામે એક્સપાયરી ડેટ વાળો હલકી ગુણવતાવાળો સામાન વેચતા પાંચ દુકાનદારો પર ગ્રામજનોની જનતારેડ.*

રાજેશ વસાવે :- દાહોદ 

*ધરમપુરનાં બિલપુડી ગામે એક્સપાયરી ડેટ વાળો હલકી ગુણવતાવાળો સામાન વેચતા પાંચ દુકાનદારો પર ગ્રામજનોની જનતારેડ.*

વલસાડ તા. ૨૨

ધરમપુર તાલુકાનાં બિલપુડી ગામમા આવેલા મહાદેવ કિરાણા સ્ટોરમાં તારીખ 21 ઓગસ્ટનાં રોજ ગામના યુવાન નિલેશ મિશાળ કોલ્ડડ્રિન્કની બોટલ લેવા ગયેલ જયાં ફ્રિજમા મુકેલ ઠંડાપીણાંની બોટલ એક્સપાયરી ડેટ વાળી નીકળેલ જેનો નિલેશ મિશાળે વેપારી પાસે ખુલાસો માંગતા વેપારીએ દાદાગીરીપૂર્વક ઉદ્ધતાઈથી જવાબ આપતાં જણાવેલ કે તારાથી થાય તે તોડી લે.આથી ગ્રામજનોએ દુકાનનું સામાનની ચકાસણી કરતા તેલ,ઘી,મસાલા સહિત ઘણી વસ્તુઓ એક્સપાયરી ડેટ વાળી નીકળતા ગ્રામજનોમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો અને અન્ય બીજી 4 દુકાનોમાં પણ જનતારેડ કરતા દરેક દુકાનોમાં એક્સપાયરી ડેટ વાળી ઘણી વસ્તુઓ મળી આવી.આ પ્રસંગે ગ્રામજનો દ્વારા સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને સમસ્ત આદિવાસી સમાજ વલસાડ જિલ્લા પ્રમુખ ઉત્તમભાઈ ગરાસિયા અને ધરમપુરનાં સામાજિક આગેવાન સુરેશભાઈ પટેલનો સંપર્ક કરતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનો પાસે સમગ્ર ઘટના જાણી હતી.

ત્યારબાદ આગેવાનોએ ગ્રામજનો સાથે મળીને દુકાનદારોને લોભલાલચનાં અંગત સ્વાર્થનાં કારણોસર સામાન્ય ગરીબ,અભણ અને ભલીભોળી જનતાના આરોગ્ય સાથે ચેડાં નહીં કરવા કડક શબ્દોમાં ચેતવણી આપી હતી.ત્યારબાદ ગ્રામજનો સાથે ભેગા મળી આગેવાનોએ આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક ચર્ચા કરી ધરમપુર મામલતદારને લેખિતમાં ફરિયાદ કરી 2-2 વર્ષ પહેલા ખરાબ થઇ ગયેલા હલકી ગુણવતાવાળા માલ વેચી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે 1-2 મહિના જુના એક્સપાયરી માલ મળે તો સમજી શકાય કે કદાચ ભૂલથી રહી ગયું હશે પરંતુ 2-2 વર્ષ જુના માલ મળે અને તેમાં પણ પકડાયા પછી દાદાગીરી કરે તે કોઈ કાળે સ્વીકાર્ય નથી.અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો અને ગ્રામજનોને આશંકા છે કે કેટલીક લોભિયાઓ દ્વારા ધરમપુર,કપરાડા જેવા વિસ્તારોની મોટાભાગની આદિવાસી પ્રજા ગરીબ પ્રજા કાયદાકીય કાવાદાવાઓથી અજાણ હોય ચીલાચાલુ ગુણવતાવાળી નકલી પ્રોડક્ટસ વેચી મબલક નફો રળી લેવાની લ્હાયમાં આવા લેભાગુ વેપારીઓ અને ડિસ્ટ્રીબ્યુટરો બધેથી એક્સપાયરીવાળો માલ સસ્તા ભાવમાં લાવી અહીંયા વેચી કાઢી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે.જે કોઈ કાળે સ્વીકાર્ય નથી.અમે આરોગ્ય વિભાગ અને ધરમપુર મામલતદારને આ બાબતે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરેલ છે.આ પ્રસંગે બીલપુડી ગામના નિલેશભાઈ,પ્રમોદભાઈ,ભુપેન્દ્રભાઈ,પ્રિયકાન્તભાઈ સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!