બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા-ઝાલોદ તાલુકાની સરહદ ઉપર આવેલ જાનમારીઆ મહાદેવ મંદિર થી સુખસર સુધી કાવડ યાત્રામાં સેંકડો ભાવિક ભક્તો જોડાયા*
*કાવડ યાત્રામાં સુખસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાવિક ભક્તો કાવડ સાથે જોડાયા*
સુખસર,તા.21
ફતેપુરા-ઝાલોદ તાલુકાની સરહદ ઉપર આવેલ જાન મારીયા મહાદેવજી મંદિરથી સુખસર સુધીની કાવડ યાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લઈ હર હર દેવના નારા સાથે જાનમારીયા થી આ કાવડ યાત્રા નીકળી ઘાટાવાડા,કાળીયા,માનાવાળા બોરીદા,મોટા બોરીદા,ઘાણીખુટ થઈ સુખસર ગામમાં કાવડયાત્રા પ્રસ્થાન કરી ગામમાં રથયાત્રા સાથે ફરી સુખસરેશ્વર મહાદેવ મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.આ કાવડયાત્રા માં સુખસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી 300 થી વધુ કાવડયાત્રી ઓએ ભાગ લઈ ભક્તિ ભાવપૂર્વક કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાવળયાત્રા યોજવામાં સુખસરના ધાર્મિક ભાવના ધરાવતા યુવાનોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કાવડ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.જેમાં તમામ ધર્મના લોકોએ સાથ સહકાર આપ્યો હતો.