ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરના મોટીક્યાર સસ્તા અનાજની દુકાનમાં ચોરી પ્રકરણમાં ત્રણ ઝડપાયા…
સંતરામપુર તા. ૨૧
સંતરામપુર તાલુકાના મોટીકયાર ગામે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજના જથ્થાની ચોરી થઈ હતી. જેમાં પોલીસે તપાસ દરમિયાનમાં ચોરાયેલો અનાજનો જથ્થો કબજે કરીને ત્રણની અટકાયત કરી હોવાનું જાણવા મળેલ છે.
સંતરામપુર તાલુકાના મોટીકયાર ગામે સસ્તા અનાજની દુકાનનો સ્ટોક મેનેજર સંચાલક રેશનીંગ ગ્રાહકોની અનાજ આપવામાં આવતું ન હતું.અને વારંવાર તેની ફરિયાદો હતી બે મહિના અગાઉ પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ સંચાલકની સસ્પેન્ડ કરવામાં આવેલો હતો અને તેનો ચાર્જ ઈશ્વરભાઈ રૂમ લ ભાઈ પારગીને સોંપવામાં આવેલો હતો આ જુનો સંચાલકે રાત્રિના સમયે જઈને નરાસ વડે દુકાનનું તાળું તોડીને અનાજનો જથ્થો 135 કટ્ટા રાતોરાત ગાડીમાં ભરીને દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મળતી માહિતી મુજબ સુભાષચંદ્ર પ્રભુદાય અગ્રવાલને પહોંચાડેલો હતો અને ત્યાં હું વેચાણ કરેલું હતું. પોલીસે તપાસ દરમિયાનમાં પૂછપરત કરતા વિનોદભાઈ દેવાભાઈ તાવિયાડ સૌપ્રથમ અટકાયત કરીને તપાસ દરમિયાનમાં બહાર આવ્યું કે રાત્રિના સમયે બે પિકઅપ ગાડી માલ ભરીને ફતેપુરા એક દુકાનમાં વેપારીને આપેલો હતો જેમાં 68 કટ્ટા ઘઉં 61 કટ્ટા ચોખા એક કટ્ટો બાજરી એક ખાંડ કટો ચાર કટ્ટા તુવેર દાળ કુલ મળીને 135 કરતા અન્ય જથ્થો તપાસ દરમિયાનમાં સંતરામપુર પોલીસ ફતેપુરા જ્યાં માલ ચોરેલો મુકેલો હતો વેચાણ કરેલો હતો ત્યાં પહોંચીને કબજે કરેલો હતો.અને સંતરામપુર પોલીસે ત્રણના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો જેમાં વિનોદભાઈ દેવાભાઈ તાવિયાડ મોટી કયાર જુનો ટોપ મેનેજર સંચાલક રણજીતભાઈ સનાભાઇ પગી પીકઅપ ગાડીનો ડ્રાઇવર હિતેશભાઈ મનસુખભાઈ તાવિયાડ કુલ ત્રણની પોલીસે અટકાયત કરી હતી ને પૂછપરછ હાથ ધરવામાં આવેલી હતી સંતરામપુરના તાલુકાના મોટી કયાર ગામના જુના સંચાલકે ચોરેલો માલ ફતેપુરા વેપારીને વેચી દીધેલું હતું અને પોલીસે આ માલ કબજે કરેલો હતો દાહોદ જિલ્લાની ફતેપુરા તાલુકામાં કેટલાક વેપારીઓ સસ્તા અનાજ ની દુકાનો નો માલ સૌથી વધારે લેતા હોય છે હજુ પણ તપાસ દરમિયાનમાં કેટલાક વ્યાપારીઓ પણ નામ બહાર પણ આવી શકે છે દાહોદ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં રેડ કરવામાં આવે તો મોટી પ્રમાણમાં સરકારી સંસ્થા આનંદ દુકાનનો જથ્થો હજુ પણ મળી આવે ખરેખર હવે તપાસનો વિષય બન્યો છે.