ધાનપુરના નાકટી ગામે શેરડીના ખેતરમાં તેમજ લીમખેડા ના હાથીયાવનમાં રેહણાંક મકાનમાં સંતાડેલો
દાહોદ એલસીબી પોલીસના લીમખેડા ડિવિઝનમાં બે જુદાજુદા સ્થળે દરોડા,પોણા બે લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો,
દાહોદ તા. 19
દાહોદ એલસીબી પોલીસે લીમખેડા ડિવિઝનમાં બે જુદાજુદા સ્થળે દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,77,615 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સંડોવાયેલ બે બુટલેગરો વિરુદ્ધ જે તે પોલીસ મથકમાં પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરાવ્યા હોવાનું જાણવા મળેલ છે.જોકે ઉપરોક્ત બંને બનાવોમાં બંને બુટલેગરો પોલીસની રેડ દરમિયાન હાજર ન મળતા પોલીસે બન્નેને વોન્ટેડ જાહેર ઝડપી પાડવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.
દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં તહેવારો દરમિયાન વિદેશી દારૂનો વેપલો કરી તગડો નફો રડી લેવા માટે સક્રિય બનેલા બુટલેગરોને ઝભ્બે કરવા માટે દાહોદ પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ધાનપુર તાલુકાના નાકટી ગામે શેરડી ના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની બાતમી દાહોદ એલસીબી પીઆઇ સંજય ગામિતિને મળતા એલસીબી ની ટીમે નાકટી ગામે ગોપાલભાઈ પર્વતભાઈ બારીયાના શેરડીના ખેતરમાં દરોડો પાડી તલાસી લેતા ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 951 બોટલ મળી 1,44,465 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી રેડ દરમિયાન ગેરહાજર મળેલા બુટલેગર ગોપાલ પર્વતભાઈ બારીયા વિરુદ્ધ ધાનપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
પ્રોહિના બીજા બનાવમાં દાહોદ એલસીબી પોલીસે બાતમીના આધારે લીમખેડા તાલુકાના હાથીયાવન ગામના કટારા ફળિયાના રહેવાસી રમેશ કલાભાઈ કટારાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા રમેશ કટારા ગેરહાજર મળતા પોલીસે મકાનની તલાસી લેતા તલાસી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની 160 બોટલ મળી 26,150 રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી વોન્ટેડ રમેશ કલાભાઈ કટારા વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યું છે.