જયેશ ગારી :- કતવાર
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ફોરવીલરની અડફેટમાં મૂંગા પશુનું મોત..
દાહોદ તા. ૧૯
દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઈવે પર પૂરઝડપે આવી રહેલા ઈકો ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં એક મૂંગા પશુનું મોત નીપજ્યું છે. જ્યારે eeco ગાડીમાં નુકસાન પહોંચતા ગાડીનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
દાહોદ તાલુકાના ગમલા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ઝાબુઆ તરફથી પૂરપાટ આવતા GJ. 20.AH.9186 નંબરના ઇકો ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા નેશનલ હાઇવે નજીકથી પસાર થતી ભેંસને અડફેટમાં લેતા ભેંસનું મોત નીપજવા પામ્યું હતું. જે બાદ ઈકો ગાડીનો ચાલક ગાડી સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ કતવારા પોલીસે eeco ગાડી ને કબજે લઈ ચાલક વિરૂધ કાર્યવાહી હાથ ધરી છે.