સીંગવડમાં પીસોઈમાં મારક હથિયારો સાથે આવેલા લૂંટારુઓએ મહિલાને માર મારી 1.47 લાખની ચલાવી લૂંટ..
સિંગવડ તાલુકાના પીસોઈ ગામે રાત્રિના સમયે ઘરમાં ચોર ઘુસી જઈને રૂપિયા 1,47,000 હજારની ચોરી કરીને ઘરમાં રહેતા માસીબાને મારી ઈજા પહોંચાડી હતી.
સીંગવડ તા. ૧૮
સિંગવડ તાલુકાના પીસોઈ પરમાર રહેતા અને રોડની સાઈડમાં રહેતા મુસ્કાનંદે સંગીતાદે જાતે પાવૈયા ઉંમર 62 વર્ષ ધંધો જજમાન વૃત્તિ નો કરતા હોય જે પીસોઈ ગામમાં ભાડાના મકાનમાં આશરે એક વર્ષથી રહેતા હોય અને તેમના ત્યાં 17.8.24 ના રાત્રિના એક વાગ્યાના અરસામાં મુખ્ય ઘરના દરવાજામાં હાથ નાખી દરવાજો અંદર મારેલી સ્ટોપ પર ખોલી અંદાજીત ત્રણથી ચાર જેટલા ચોર લૂંટારાઓ હાથમાં લાકડાઓના દંડા લઈ મારક હથિયારો સાથે ઘરમાં ભરાઈ જતા ઘરમાં રહેતા મુસ્કાનંદે શરીરે માથામાં મોઢાના ભાગે તેમ જ આખા શરીરે લાકડાઓના દંડા વડે ગંભીર માર મારી ને મુસ્કાનંદે ના ગળામાં પહેરેલો સોનાનો દોરો તેમજ ઘરમાં મૂકી રાખેલ સર સામાન ગાદલાની નીચે મૂકી રાખેલ પાકીટમાંથી ચાંદીના પગના કડલા ચાંદીનો કેડ ઝોલો તથા સોના ની વીટી તથા સોનાની કાને પહેરવાની શેર જે સોના ચાંદીના દાગીના આશરે 1,42,000 ની રોકડ ની કિંમત ના તથા રોકડા રૂપિયા 5000 કુલ 147000 હજારની લૂંટ કરી નાસી છૂટ્યા હતા જ્યારે આ તથા ની સાથે આજુબાજુના લોકો જાગી જતા ચોરો નાસી છૂટ્યા હતા ત્યાર પછી આજુબાજુના લોકો દ્વારા રંધીપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા રણધીપુર પોલીસ તાત્કાલિક ઘટના પર પહોંચી ગઈ હતી જે મુસ્કાનંદે ના માથાના ભાગ મા ઇજાઓ થઈ હતી તેને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે આ લૂંટની જાણ થતા દાહોદ એલસીબી તથા લીમખેડા ડીવાયએસપી ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ને જે જગ્યાએ બનાવ બન્યો તેની આજુબાજુના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યારે એફએસએલની મદદથી ચોરો સુધી પહોંચવા માટે ના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.